અમદાવાદ,ગુરૂવાર
શહેરના સાબરમતી વિસ્તારમાં ૧૫ વર્ષ પહેલા ચના ચોર ગરમ
વેચવાના ધંધાની સામાન્ય તકરારમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. જે કેસમાં નાસતા ફરતા
બે વોન્ટેડ આરોપીઓને ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડ દ્વારા રાજસ્થાન અને
મધ્યપ્રદેશથી ઝડપી લીધા હતા. પોલીસે
આરોપીઓ સુધી પહોંચવા માટે દુધના વેપારીથી માંડીને ટ્રેક્ટર ડ્રાઇવર બનીેને રેકી
કરીને સમગ્ર કામગીરી કરી હતી.
(પોલીસ સાથે આરોપી)
સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં ૧૫ વર્ષ પહેલા પ્રબોદ રાવળ બ્રીજ
પાસે થયેલા ડબલ મર્ડર કેસના આરોપી રાજસ્થાનના
ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાનામં છુપાયાની બાતમી ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડના પીએસઆઇ
કે ડી પટેલને મળી હતી. જેમા આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ધોલપુર અને મુરેના નજીકના
એક ગામમાં દુધવાળા, ટ્રેકટર ડ્રાઇવર
અને શાકભાજીના ફેરિયાનો વેશ ધરીને સતત અનેક દિવસો સુધી વોચ રાખીને આરોપીઓ અંગે ખરાઇ
કરી હતી.
(પોલીસ ટ્રેક્ટર ડ્રાઇવર બની)
પોલીસે મુન્નાસિંહ કુશવાહને ધોલપુરથી અને સીતારામ
કુશવાહને મુરેના નજીકના ખેડા મેવડા ગામથી
ઝડપી લીધા હતા. આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડે જણાવ્યું કે આરોપીઓએ
જાહેરમાં ફાયરીંગ કરીને હત્યા કરી હતી અને બાદમાં અલગ અલગ સ્થળોએ છુપાયા બાદ
છેલ્લાં સમયથી પોલીસથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ આરોપીઓ
વિરૂદ્ધ અન્ય ગુના પણ નોંધાયેલા હતા. ત્યારે પુછપરછમાં વધુ વિગતો બહાર આવવાની
શક્યતા છે.