gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની તેજી ‘મોટી સટ્ટાબાજી’:મોટા કડાકાની ચેતવણી | Silver rally ‘big bet’: Warning of big crash

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in Business
0 0
0
ચાંદીની તેજી ‘મોટી સટ્ટાબાજી’:મોટા કડાકાની ચેતવણી | Silver rally ‘big bet’: Warning of big crash
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ચાંદીના ભાવમાં વર્તમાન સમયે જોવા મળી રહેલી તેજીનો મોમેન્ટમ રોકાણકારોને ખુશ કરવા કરતા ચિંતામાં વધુ મુકી રહ્યો છે. સોનાની ધીમી મક્કમ ચાલ પણ હવે પાંચમા ગિયરમાં આવી પહોંચી છે અને ચાંદીમાં જાણે બ્રેક ફેલ થઈ ગઈ છે. એનકેન કારણે ચાંદીમાં રોજબરોજ ૪-૫ ટકાનો અણધાર્યો ઉછાળો હવે રોકાણકારોની ચિંતા વધારી રહ્યો છે. 

આજે પ્રથમ વખત દિલ્હી સોના-ચાંદી બજારમાં અને એમસીએક્સ પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૪ લાખ રૂપિયાના લેવલને વટાવી ગયો છે. ચાંદીએ ૨૯,૦૦૦ના ઉછાળા સાથે ૪ લાખ ૧૪ હજાર ૫૦૦નો નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જોકે વ્હાઇટઓક મ્યુચ્યુઅલ ફંડના એક અહેવાલમાં આ તીવ્ર વધારા અંગે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફંડ હાઉસનું કહેવું છે કે ચાંદીમાં જોવા મળી રહેલો આ વર્તમાન તેજીનો પવન ખૂબ જ ઝડપી અને સટ્ટાકીય લાગે છે. ચાંદીની આ અણધારી તેજી ભવિષ્યમાં મોટા કડાકાનું જોખમ ઊભું કરી રહી છે.

ચાંદીના ભાવ બે મહિનાના ટૂંકાગાળામાં ૨ લાખથી ૪ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જોકે છેલ્લા ૧૦ દિવસમાં જ ૩ લાખથી ભાવ ૨૫ ટકા ઉછળીને ૪ લાખને પાર નીકળ્યા છે. વ્હાઇટઓક મ્યુચ્યુઅલ ફંડે ‘ગોલ્ડ ઇઝ ટોકિંગ, સિલ્વર ઇઝ સ્ક્રીમિંગ : અ કેસ ફોર પ્રુડન્ટ રિપોઝિશનિંગ’ શીર્ષક સાથે એક રિપોર્ટ બહાર પાડીને ચાંદીની તેજી પર પ્રશ્નાર્થ ઉભા કરીને મસમોટા કડાકાની આશંકા વ્યકત કરી છે. 

રિપોર્ટમાં જણાવાયું છે કે સોના અને ચાંદીના ભાવ એવા તબક્કામાં પ્રવેશી ચૂક્યાં છે કે જ્યાં પોર્ટફોલિયો વ્યૂહરચના માટે બે ધાતુઓ વચ્ચેનો તફાવત પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ અને જોખમી બની ગયો છે. 

સોનું અને ચાંદી ખૂબ જ અલગ સંકેતો મોકલી રહ્યાં છે. સોનાનો ઉછાળો મેક્રોઇકોનોમિક તણાવ દર્શાવે છે, જેમાં ચલણની નબળાઈ, ભૂરાજકીય જોખમો અને વિકસિત અર્થતંત્રોમાં નાણાકીય સ્થિરતા અંગેની ચિંતાઓનો સમાવેશ થાય છે. સામે પક્ષે ચાંદીનો તીવ્ર ઉછાળો ઔદ્યોગિક માંગમાં વધારો તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિમાં વધારો દર્શાવે છે. વ્હાઇટઓકના રિપોર્ટ મુજબ બંને ધાતુઓને નબળા પડી રહેલા યુએસ ડોલરથી ફાયદો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં વર્તમાન તેજીની પેટર્ન ખૂબ જ ‘પેરાબોલિક’ છે અને આ પેટર્ન ઐતિહાસિક રીતે મોટી અસ્થિરતા પહેલા જ જોવા મળે છે.

સોનાથી વિપરીત, ચાંદી વધુ જટિલ પરિસ્થિતિનો સામનો કરે છે. કિંમતી અને ઔદ્યોગિક ધાતુ તરીકે, તેની કિંમત મેક્રો અનિશ્ચિતતાઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ, સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનોની માંગથી પ્રભાવિત થાય છે.

 વ્હાઇટઓક રિપોર્ટ ચેતવણી આપે છે કે આ બેવડી માંગ તેજીની સાયકલ ઝડપી અને મોટી હોય છે પરંતુ મંદીનું જોખમ પણ તેમાં વધારે છે. ઐતિહાસિક રીતે, સટ્ટાકીય પ્રવૃત્તિના અંતે જોવા મળેલા શિખરો પરથી ચાંદીમાં ૪૦થી ૫૫ ટકાનો ઘટાડો નોંધાયો છે અને રિકવરીમાં પણ ઘણા વર્ષો લાગ્યા છે. ચાંદીનું નબળું બજાર માળખું સટ્ટાકીય પોઝીશન કપાતા અવળી ચાલને પણ ઝડપી બનાવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
Business

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

May 12, 2026
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…
Business

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

May 12, 2026
ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…
Business

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

May 12, 2026
Next Post
SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ! | SIR Row in Guj…

SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ! | SIR Row in Guj...

વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત | Vadodara: De…

વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત | Vadodara: De...

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં …

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin…

ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin…

7 months ago
મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત | Har…

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત | Har…

1 month ago
હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

4 months ago
સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News