વડોદરાઃ કોઠી વિસ્તારમાં કુબેરભવન ખાતે રાતે આગ લાગતાં ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લીધી હતી.
સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના ત્રીજા માળે પેસેજમાં લાગેલી આગ કાબૂમાં આવી ના હોત તો વધુ નુકસાન થાય તેમ હતું.નજીકમાં જ ફાયર બ્રિગેડ હોવાથી આગ વધતી અટકાવી હતી.
સરકારી કચેરીમાં ફાયર સિસ્ટમ ઉપલબ્ધ છે.પરંતુ આગ લાગી ત્યારે સિસ્ટમ ચાલુ હતી કે કેમ તે સવાલ છે.નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ અહીં જૂની કલેક્ટર કચેરી હતી ત્યારે આગના બનાવો બન્યા હતા.