મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આરંભિક દિવસોમાં આકરાં ટેરિફ દરોથી ત્રસ્ત કરી મૂક્યા બાદ હવે ટ્રમ્પ રોલબેક પ્રેસીડેન્ટ બની જઈ ગત સપ્તાહના અંતે મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજોની આયાત પરની ટેરિફ મોકૂફ રાખ્યા બાદ હવે ઓટોમોબાઈલ પરની ટેરિફમાં રાહતના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિશેષ ભારતીય શેર બજારોમાં રજા બાદ આજે સાર્વત્રિક ધૂમ તેજીનું તોફાન જોવાયું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની આજે શેરોમાં રૂ.૬૦૬૬ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. આંબેડકર જયંતી નિમિતે ગઈકાલે સોમવારે ભારતીય શેર બજારો બંધ રહ્યા બાદ આજે ટ્રેડિંગની શરૂઆત ગેપ અપ સાથે થઈ હતી. માર્ચ મહિનાનો ભારતનો ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ ૩.૩૪ ટકા આવતાં અને આઈએમડી દ્વારા ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના અંદાજો બતાવતાં પોઝિટીવ અસર જોવાઈ હતી. અમેરિકા અને ચાઈના ટ્રેડ વોરમાં આમને સામને આવી ગયા હોઈ હવે ચાઈનાએ તેની એરલાઈન્સોને બોઈંગ નહીં ખરીદવા આદેશ આપ્યાના અહેવાલ સામે અમેરિકાએ ઓટો ટેરિફમાં રાહત આપવાનો સંકેત આપતાં ફંડોએ ઓટોમોબાઈલ શેરોની આગેવાનીમાં બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, આઈટી, મેટલ શેરોમાં આક્રમક તેજી કરી હતી. સેન્સેક્સ ૧૫૭૭.૬૩ પોઈન્ટની છલાંગે ૭૬૭૩૪.૮૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૫૦૦ પોઈન્ટ ઉછળીને ૨૩૩૨૮.૫૫ બંધ રહ્યા હતા.
ઓટો ટેરિફ રોલબેકના સંકેતે ઓટો શેરોમાં તેજી : ઉનો મિન્ડા, મહિન્દ્રા, ટીવીએસ મોટરમાં તેજી
ડોનાલ્ડ ટ્રમ્પે ઓટોમોબાઈલ પરની રેસિપ્રોકલ ટેરિફમાં રાહતના સંકેત આપતાં આજે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આક્રમક તેજી કરી હતી. આ સાથે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં પણ સારૂ રહેવાની આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવ્યાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૬૨.૪૫ પોઈન્ટ ઉછળીને ૪૭૬૧૮.૩૦ બંધ રહ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૨૪.૦૫ ઉછળી રૂ.૯૨૮.૮૫, ટીવીએસ મોટર રૂ.૫૧.૪૦ ઉછળીને રૂ.૨૩૦૦.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૩.૬૫ વધીને રૂ.૨૬૯૭.૦૫, મારૂતી સુઝુકી રૂ.૨૨૮.૪૫ ઉછળી રૂ.૧૧,૭૩૭.૧૦, ભારત ફોર્જ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૧૦૫૮.૨૦, એમઆરએફ રૂ.૧૮૪૩.૮૫ વધીને રૂ.૧,૦૬,૧૭૬.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૯.૯૦ વધીને રૂ.૨૫૩૭.૫૦ રહ્યા હતા.
પૂનાવાલા ફિનકોર્પ, ફિનો પેમેન્ટ્સ, ધની, શેર ઈન્ડિયા, હોમ ફર્સ્ટ ઉછળ્યા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં પણ આકર્ષણ રહ્યું હતું. ફિનો પેમેન્ટ્સ બેંક રૂ.૪૧.૭૫ ઉછળીને રૂ.૨૫૦.૫૦, ધની સર્વિસિઝ રૂ.૯.૯૨ ઉછળીને રૂ.૬૪.૪૯, ઈરડા રૂ.૧૨.૯૫ વધીને રૂ.૧૬૭.૧૦, ૩૬૦ વન રૂ.૬૮.૯૦ વધીને રૂ.૯૩૯.૦૫, શેર ઈન્ડિયા રૂ.૧૨.૨૫ વધીને રૂ.૧૬૯.૧૫, હોમ ફર્સ્ટ રૂ.૮૦.૮૦ વધીને રૂ.૧૧૩૯.૬૦, ચૌલા ફિન રૂ.૧૦૨.૯૫ વધીને રૂ.૧૫૭૭, પૂનાવાલા ફિનકોર્પ ગોલ્ડ લોન ક્ષેત્રે પ્રવેશી વિસ્તાર કરવાની જાહેરાતે શેર રૂ.૧૬.૧૦ વધીને રૂ.૩૮૨.૪૦, બજાજ હોલ્ડિંગ રૂ.૫૬૪.૯૫ વધીને રૂ.૧૧,૮૪૩.૨૫, પોલીસી બાઝાર રૂ.૯૧ વધીને રૂ.૧૬૨૩.૫૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૩૩ વધીને રૂ.૬૭૧.૬૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૫૮૮.૧૫ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૦.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૨.૨૪ લાખ કરોડ
વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતમાં ત્રણ દિવસની રજા બાદ આજે બજાર ખુલતાંની સાથે આક્રમક તેજીના ઝોનમાં રહેતાં વ્યાપક તેજીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૦.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૨.૨૪ લાખ કરોડ પહોંચ્યું હતું.
બેંકિંગ શેરોમાં આક્રમક તેજી : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૭ ઉછળી રૂ.૭૩૬ : એક્સિસ, એચડીએફસી બેંક ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. બેંકો દ્વારા થાપણોના વ્યાજ દરમાં કરાયેલા ઘટાડાથી બેંકોના વ્યાજ માર્જિનમાં સુધારો થવાની અને નફાશક્તિ વધવાની અપેક્ષાએ આકર્ષણ રહ્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૭.૧૦ ઉછળી રૂ.૭૩૫.૮૫, એક્સિસ બેંક રૂ.૪૪.૭૦ વધીને રૂ.૧૧૧૪.૦૫, એચડીએફસી બેંક રૂ.૫૮.૩૦ વધીને રૂ.૧૮૬૪.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૩૪૯.૪૦, કેનેરા બેંક રૂ.૨.૧૭ વધીને રૂ.૯૨.૬૨, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૫ વધીને રૂ.૭૬૩.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૫૫ વધીને રૂ.૨૩૪.૯૫ રહ્યા હતા.
કેઈન્સ રૂ.૪૨૩ ઉછળી રૂ.૫૫૧૩ : લાર્સન, આઈનોક્સ વિન્ડ, એલજી ઈક્વિપમેન્ટ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૪૦.૩૫ વધીને રૂ.૩૨૫૭.૪૦, કેઈન્સ રૂ.૪૨૩.૧૫ ઉછળી રૂ.૫૫૧૩.૫૦, આઈનોક્સ વિન્ડ રૂ.૯.૯૫ વધીને રૂ.૧૬૧.૪૦, ભારત ડાયનામિક્સ રૂ.૮૨.૧૫ વધીને રૂ.૧૪૦૫.૭૫, ટીટાગ્રહ રૂ.૪૨.૩૦ વધીને રૂ.૭૯૦.૧૫, થર્મેક્સ રૂ.૧૫૦.૧૦ વધીને રૂ.૩૨૩૫.૧૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૪૦.૩૫ વધીને રૂ.૩૨૫૭.૪૦, ભેલ રૂ.૯.૧૦ વધીને રૂ.૨૨૧.૯૦, આરવીએનએલ રૂ.૧૪.૭૫ વધીને રૂ.૩૬૦.૯૫, સિમેન્સ રૂ.૧૧૧.૪૦ વધીને રૂ.૨૮૩૯.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૩.૨૦ વધીને રૂ.૨૯૨૮.૮૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં તેજી : સાંઈ લાઈફ રૂ.૮૭ ઉછળી રૂ.૭૫૬ : વિન્ડલાસ, વિમતા, યુનિકેમ, વોખાર્ટમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. સાંઈ લાઈફ સાયન્સિસ રૂ.૮૭.૧૫ ઉછળીને રૂ.૭૫૬.૬૦, વિન્ડલાસ રૂ.૧૦૨.૨૫ વધીને રૂ.૧૦૬૯, વિમતા લેબ્સ રૂ.૯૨.૦૫ વધીને રૂ.૧૦૧૦, અકુમ્સ રૂ.૪૩.૪૦ વધીને રૂ.૪૭૭.૫૫, ટારસન્સ રૂ.૩૨.૨૫ વધીને રૂ.૩૮૪, આરતી ડ્રગ્ઝ રૂ.૨૬.૭૫ વધીને રૂ.૩૫૫.૮૦, એચએસજી રૂ.૪૨.૭૦ વધીને રૂ.૫૭૬, યુનિકેમ લેબ રૂ.૪૨.૮૫ વધીને રૂ.૬૧૧.૨૦, બ્લુજેટ રૂ.૫૦.૧૫ વધીને રૂ.૭૩૭, ન્યુલેન્ડ લેબ રૂ.૮૪૪.૬૦ વધીને રૂ.૧૨,૫૫૦, વોખાર્ટ રૂ.૮૨.૪૦ વધીને રૂ.૧૪૦૧.૭૦, આરપીજી લાઈફ રૂ.૧૧૦.૭૦ વધીને રૂ.૨૧૭૪.૮૦, કોપરાન રૂ.૯.૮૦ વધીને રૂ.૧૯૯.૪૦ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વ વચ્ચે ભારતને ફાયદો : મેટલ શેરોમાં નાલ્કો, સેઈલ, હિન્દ. ઝિંક વધ્યા
અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વના પરિણામે ભારતને નિકાસમાં ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી. નાલ્કો રૂ.૮.૧૫ વધીને રૂ.૧૫૧.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૨.૮૫ વધીને રૂ.૪૩૪.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૦.૫૫ વધીને રૂ.૮૪૬.૦૫, સેઈલ રૂ.૫.૧૦ વધીને રૂ.૧૧૩.૩૫, વેદાન્તા રૂ.૧૫.૫૦ વધીને રૂ.૩૯૫.૮૦, હિન્દાલ્કો રૂ.૧૭.૭૫ વધીને રૂ.૬૧૮.૧૫, ટાટા સ્ટીલ રૂ.૩ વધીને રૂ.૧૩૬.૪૫ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, એચએનઆઈની વ્યાપક તેજી : ૩૩૦૨ શેરો પોઝિટીવ બંધ
વિશ્વ પર ટ્રેડ વોર થોપનાર અમેરિકાનું ટેરિફ યુદ્વ હવે અન્ય દેશોના બદલે ચાઈના સામે સીમિત બનતાં ભારતને ફાયદાની અપેક્ષાએ ફંડો, ખેલંદાઓ ફરી સક્રિય બની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલ બનતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૧૧૫થી વધીને ૩૩૦૨ અને ઘટનારની સંખ્યા ૮૪૬થી ઘટીને ૭૮૫ રહી હતી.
FPIs/FII કેશમાં રૂ.૬૦૬૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૯૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૬૦૬૫.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૨૫,૧૦૩.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૦૩૭.૬૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૯૫૧.૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૨૫૯.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૧૧.૧૧ કરોડની વેચવાલી કરી હતી.