gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Problem : વડોદરા શહેર જિલ્લામાં પાછલા 5 વર્ષમાં 4.85 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સાથે કુલ વાહનોની સંખ્યા વધીને 18.86 લાખે પહોંચી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક-પાર્કિંગની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે. લોકો માટે માથાનો દુખાવો બનેલ ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે નક્કર આયોજન હાલ નજરે ચડી રહ્યું નથી. 

શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે પરંતુ, પાર્કિંગની જગ્યા મર્યાદિત છે, જેના કારણે શહેરીજનોને દરરોજ પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તાઓ પર પાર્કિંગ કરે છે અને તેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની જાય છે. જેનાથી ટ્રાફિકની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. શહેરના અમિતનગર , ચાર દરવાજા , અક્ષર ચોક, અટલ બ્રિજ, શહેરમાં પ્રવેશતા માર્ગો સહિતના સ્થળોએ પીકઅવર્સમાં ભારે ટ્રાફિકથી લોકો પરેશાન છે. શહેરના સુરસાગર રોડ, અકોટા, મંગળ બજાર, ચાર દરવાજા, જેતલપુર,અલકાપુરી, બીપીસી રોડ, ફતેગંજ, સયાજીગંજ, જેપી રોડ, વીઆઇપી રોડ, વાઘોડિયા રોડ, મુક્તાનંદ સહિતના વિસ્તારોમાં પાર્કિંગ શોધવું લોઢાના ચણા ચાવવા સમાન છે. દુકાનોના માલિકો રસ્તા પર લોખંડના પગથિયાં, પૂતળા , બોર્ડ ગેરકાયદેસર મૂકી રસ્તો બંધ કરી દે છે. બિલ્ડરો તથા કોર્પોરેશનની સાંઠગાંઠથી પાર્કિંગ સ્પેસ ગ્રાહકો કે મહેમાનો માટે અનામત રાખવામાં આવી રહી નથી. મુખ્ય માર્ગ પરના રીક્ષા – બસ સ્ટેન્ડના ધારાધોરણનું અમલીકરણ જરૂરી બન્યું છે.  તાજેતરમાં કોર્પોરેશનએ શહેરમાં જ્યાં ટ્રાફિક વધુ રહે છે તેવા વિસ્તારોમાં ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધર્યું હોય જોવું રહ્યું.

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત 2 - image

સરકારના ‘પાર્કિંગમાં’ 3 વર્ષથી ધૂળ ખાતી પોલિસી

રાજ્યના તમામ શહેરોમાં પાર્કિંગની સુવિધા માટે પાર્કિંગ પોલીસી બનાવવા વર્ષ 2018માં શહેરી વિકાસ વિભાગ તરફથી તમામ મહાનગરપાલિકાને સુચના આપ્યા બાદ વડોદરા કોર્પોરેશને વર્ષ  2015ના ડેટાના આધારે વર્ષ 2019માં પાર્કિંગ પોલિસી બનાવી વર્ષ 2022માં સરકારની મંજૂરી માટે મોકલી આપી હોય જે હજી પણ પેન્ડિંગ છે. પોલિસીના અભાવે બેફામ અને બેરોકટોક પાર્કિંગ થઈ રહ્યું છે. 

મલ્ટી સ્ટોરી પાર્કિંગ પ્રોજેક્ટ માત્ર કાગળ પર  

શહેરના ભરચક વિસ્તારોમાં મલ્ટિ સ્ટોરી પાર્કિંગ બનાવવું આજની જરૂરિયાત છે, પરંતુ હજી પણ તેની શરૂઆત કરવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા અલકાપુરી વિસ્તારમાં અંદાજે 10 કરોડનો ખર્ચે 180 વાહનો પાર્ક થઈ શકે તેવું આયોજન હાથ ધર્યું હતું. તેમજ  પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની વિચારણા પણ કરી હતી. જેમાં 1000 જેટલા વાહનો પાર્ક થઇ શકે. 

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત 3 - image

પાર્કિંગ મુદ્દે થતી મારામારી,ખૂન-ખરાબી

લોકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા મુખ્ય માર્ગ તથા સોસાયટીઓ ખાતે  વાહનો પાર્ક કરતા હોય માથકૂટ સર્જાતી રહે છે. અગાઉ  બીજેપી કાર્યકર સચિન ઠક્કરનુ પાર્કિંગના વિવાદને લઈને મર્ડર થઈ ગયું હતું. તેમજ સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. 9 એપ્રિલે નવાપુરાના માળી મહોલ્લામાં રીક્ષા પાર્ક કરવાને લઇ મારામારી થઇ હતી.આડેધડ પાર્કિંગ અકસ્માતને પણ નોતરું આપી રહ્યું છે. 

એક વર્ષથી વાહન ટોઇંગની કાર્યવાહી બંધ 

શહેરનાં દરેક જાહેર માર્ગો ઉપર કોમર્શિયલ એકમો પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોતી નથી અને નાગરિકોને પણ સામાન્ય કામ માટે રોડ ઉપર વાહન મુકવાની ફરજ પડતા ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ વકરી ચૂકી છે. રોડ ઉપર કે ફૂટપાથ ઉપર પાર્ક કરેલાં નડતરરૂપ વાહનો ટ્રાફિક પોલીસની ટોઇંગવાન ઉપાડીને લઇ જાય છે. જો કે, ઈજારો પૂર્ણ થવાથી આ કાર્યવાહી પાછલા એક  વર્ષથી બંધ છે.

 5 વર્ષમાં કેટલા વાહનો વધ્યા 

વર્ષ 2021 – 84, 933

વર્ષ 2022 – 1,10,688

વર્ષ 2023 – 1,24,984

વર્ષ 2024 – 1,31,669

વર્ષ 2025 – 33,451 

શહેર-જિલ્લામાં 18.86 લાખ વાહનો 

માલવાહક વાહન -70,182

મોટર વાહન -3,83,454

પેસેન્જર વાહન -13,231

થ્રી વ્હીલર વાહન -68,236

ટુ વ્હીલર વાહન – 13,46,449

અન્ય વાહન -4,387

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત 4 - image

વાહનો ટોઇંગ આ મહિનામાં ચાલુ થશે : રિક્ષા સ્ટેન્ડનો સર્વે

ચાલુ વર્ષે નો-પાર્કિંગના 5728 કેસો કર્યા છે. જુના સીટી વિસ્તારમાં વર્ષો જૂના બાંધકામ અને રસ્તા સાંકડા હોવાથી સ્થાનિકો ઉપરાંત ખરીદી માટે બહારથી આવતા લોકોનો પણ ભારે ઘસારો હોય પાર્કિંગની સમસ્યા રહે છે. વાહન ટોઇંગની કામગીરી આ મહિનાથી ફરી શરુ થઈ જશે. લોકોને ખ્યાલ આવે તે માટે પબ્લિક પાર્કિંગ પ્લેસ આઇડેન્ટીફાઈ કરી  પીળા રંગના પટ્ટા કરવા કોર્પોરેશનને જાણ કરી છે. કોર્પોરેશન સાથે સંકલન કરી મલ્ટીલેવલ પાર્કિંગ બાબતેની ચર્ચા કરી છે. તેમજ રીક્ષા સ્ટેન્ડ અંગે પણ સર્વે ચાલી રહ્યો છે. – જ્યોતિ પટેલ, ટ્રાફિક ડીસીપી

તળાવ, બ્રિજ, હાઈવે ચોકડીઓ આસપાસ  ગેરકાયદેસર પાર્કિંગ

શહેરમાં અટલ બ્રિજ , અમિતનગર બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિતના બ્રીજોની નીચે  પાર્કિંગના ઇજારા ફાળવી દેતા તેમજ ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહનોનો જમાવડો જોવા મળે છે, કેટલાક કિસ્સામાં આડેધડ પાર્કિંગ  અકસ્માતનું કારણ બને છે, તેવી જ રીતે શહેરની ફરતે આવેલ હાઇવેની ચોકડીઓની નજીક નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરી રહ્યા છે. જેથી સમા તળાવ, હરણી મોટનાથ તળાવ, દુમાડ ચેક પોસ્ટ જેવા ચોકડીની નજીકના સ્થળોએ મોટી સંખ્યામાં વાહનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
કુખ્યાત “કાસમઆલા ગેંગ”ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય…

કુખ્યાત "કાસમઆલા ગેંગ"ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય...

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality’s pe…

સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality’s pe…

4 months ago
ગુજરાત પર બે દિવસ ‘ભારે’, સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat …

ગુજરાત પર બે દિવસ ‘ભારે’, સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat …

2 weeks ago
સોમનાથમાં ‘અમૃતવર્ષા સંયોગ’ સમયે ‘હર હર મહાદેવ’નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of ‘Har Har M…

સોમનાથમાં ‘અમૃતવર્ષા સંયોગ’ સમયે ‘હર હર મહાદેવ’નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of ‘Har Har M…

5 months ago
લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News