Sabarkantha News: સાબરકાંઠામાં વડાલીના સગરવાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આર્થિક સંકળામણના કારણે શનિવારે (12મી એપ્રિલ) ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા હતા. જ્યારે દીકરીની ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપી કરી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પોલીસે કુલ બે આરોપીઓ સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધી છે.
શું છે સમગ્ર મામલો
વડાલી શહેરના સગરવાસમાં આવેલા બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા વિનુ સગર ઝુંડાળાએ તેમના પત્ની કોકીલાબેન પુત્રી ક્રિષ્ના ઉર્ફે ભૂમિબહેન અને પુત્ર નિરવ અને નરેન્દ્ર ઉર્ફે શંકરને શનિવારે (12મી એપ્રિલ) વહેલી સવારે પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પીવડાવીને પોતે ગટગટાવી સામૂહિક જીવનલીલા સંકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્ની અને બે બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે દીકરી હજુ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સામૂહિક આપઘાતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
આ પણ વાંચો: સુરતની વિદ્યાદીપ કોલેજનો છબરડો, બીજી એપ્રિલે લેવાની પરીક્ષા 27મી માર્ચે લઈ લીધી
પરિવારના સામૂહિક આપઘાત મામલે પોલીસે ભદ્રરાજ ચૌહાણની ધરપકડ કરી છે, જે ખાનગી બેંકમાં લોન એજન્ટ તરીકે કામ કરે છે. ભદ્રરાજ પર આરોપ છે કે તે વારંવાર ધમકી આપતો હતો અને હપ્તા સમયસર ન ભરાતા પરિવારમાંથી વાહનો પડાવી લીધા હતા.