વીજ બિલ નહીં ભરતા મીટર કાઢવાની કામગીરી વખતે
ઈલેકટ્ર્રિક્લ આસિસ્ટન્ટ અને લાઈનમેનના ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપતા પિતા-પુત્ર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: મુળી તાલુકાના જશાપર ગામે બાકીના વિજબીલની ઉધરાણી કરવા ગયેલ વિજટીમ સાથે બોલાચાલી કરી ગાળો આપી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી જે બદલ વીજતંત્રના કર્મચારીએ બે શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મુળી પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા ઈલેકટ્રીક આસિસ્ટન્ટ શિવમભાઈ મકવાણા અને લાઈનમેન નરેશભાઈ લકુમ સહિતનાઓ મુળી તાલુકામાં બાકીના વીજ બીલની ઉધરાણી કરવા તેમજ બીલ ભર્યું ન હોય તેવા વીજ કનેકશનો કાપવાની કામગીરી માટે ગયા હતા. જશાપર ગામે મોતીભાઈ રણછોડભાઈ બાવળીયાનું બીલ બાકી હોવાથી તેઓના ઘરે જઈ બાકીના બીલની ઉધરાણી કરતા મોતીભાઈના દિકરા મહેશભાઈએ બીલ નથી ભરવું મીટર કાઢીને લઈ જાવ તેમ જણાવતા લાઈનમેન નરેશભાઈ મીટર કાઢી રહ્યાં હતાં.