gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crude Oil Prices: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વૈશ્વિક ક્રૂડ ઓઇલ સંકટનો ભય પેદા કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે, પરંતુ ભારતને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત આ ક્રૂડ ઓઇલ વધુ કિંમતે ખરીદશે.

રશિયાનું યુરલ્સ ઓઇલમાં ડિસ્કાઉન્ટ પર મળતું, તે મોંઘું થયું!

અહેવાલ અનુસાર, વેપારીઓ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કરતાં પ્રતિ બેરલ 4-5 ડૉલરના પ્રીમિયમ પર ભારતને રશિયાનું યુરલ્સ ઓઇલ વેચી રહ્યા છે. આ ક્રૂડ ઓઇલ માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં ભારતીય બંદરો પર પહોંચશે. આ ફેબ્રુઆરીમાં આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ કરતા વધારે છે, જ્યારે ફેબ્રુઆરીના શિપમેન્ટમાં પ્રતિ બેરલ 13 ડૉલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. જોકે, યુદ્ધ શરૂ થાય તે પહેલાં, ભારતીની કંપની HPCLએ 28મી ફેબ્રુઆરીના રોજ 13 ડૉલરના ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલના બે કાર્ગો ખરીદ્યા હતા.

આ પણ વાંચો: ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં

ભારત કેટલું ક્રૂડ ઓઇલ ખરીદવાનું આયોજન કરી રહ્યું છે?

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે પુરવઠાની અછત વચ્ચે, ભારતીય રિફાઇનરીઓ તાત્કાલિક પુરવઠા માટે રશિયા પાસેથી લાખો બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. સરકારી માલિકીની રિફાઇનરીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ અને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની તાત્કાલિક ડિલિવરી માટે વેપારીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. ભારતીય સરકારી માલિકીની રિફાઇનરીઓએ અત્યાર સુધીમાં વેપારીઓ પાસેથી આશરે 20 મિલિયન બેરલ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે.

ભારતમાં રશિયાના ક્રૂડ ઓઇલ વેચાણ સાથે સંકળાયેલા એક વેપારીએ જણાવ્યું હતું કે ‘ભારતીય રિફાઇનર્સ બજારમાં પાછા ફર્યા છે, પરંતુ કિંમતો કરતાં ઉપલબ્ધતા વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. આ દરમિયાન રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઊર્જા પુરવઠામાં વિક્ષેપની સ્થિતિમાં રશિયા ભારતની ઊર્જા માંગણીઓ પૂરી કરવા તૈયાર છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે ભારતને ભારતીય રિફાઇનરીઓને ફસાયેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે. યુક્રેન સંઘર્ષ દરમિયાન મોસ્કોને નાણાંનો પ્રવાહ મર્યાદિત કરવા માટે વોશિંગ્ટન દ્વારા ભારતને રશિયાના ક્રૂડ ઓઇલની આયાત મર્યાદિત કરવાની વિનંતીના મહિનાઓ પછી આ પગલું લેવામાં આવ્યું છે.

ભારત પાસે કેટલો સ્ટોક છે?

ભારત પાસે લગભગ 25 દિવસની માગને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલનો ભંડાર છે, અને તેની ઓઇલ આયાતનો લગભગ 40 ટકા ભાગ મિડલ ઈસ્ટમાંથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. 2022માં મોસ્કો દ્વારા યુક્રેન પર આક્રમણ કર્યા પછી, ભારત રશિયાના દરિયાઈ માર્ગે મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલનો મુખ્ય ખરીદદાર હતો, પરંતુ જાન્યુઆરીમાં, યુએસ દબાણ હેઠળ, તેણે ખરીદી ઘટાડી દીધી. પરિણામે, યુએસ દ્વારા લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam ...

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ', ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g...

‘પરિસ્થિતિ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ…’, મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

'પરિસ્થિતિ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ...', મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ | Operation Sindoor Aftermath:…

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ | Operation Sindoor Aftermath:…

1 year ago
તમે ઘર કે ફ્લેટ ભાડે આપેલા છે? તો અત્યારે જ આ માહિતી ચેક કરી લો નહીંતર આવી શકે છે GSTની નોટિસ | rent…

તમે ઘર કે ફ્લેટ ભાડે આપેલા છે? તો અત્યારે જ આ માહિતી ચેક કરી લો નહીંતર આવી શકે છે GSTની નોટિસ | rent…

1 year ago
અફસરો કરતાં કર્મચારીઓ વધુ દુંદાળા! 11 ટકા સ્ટાફ મેદસ્વી | Employees are more obese than officers 11 …

અફસરો કરતાં કર્મચારીઓ વધુ દુંદાળા! 11 ટકા સ્ટાફ મેદસ્વી | Employees are more obese than officers 11 …

1 year ago
RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News