– રેપના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા
– પીડિતાને ખ્યાલ હતો કે આરોપી પરણિત છે છતાં તેની સાથે સંબંધ બાંધ્યા, બ્રેકઅપ બાદ રેપની ફરિયાદ કરી : હાઇકોર્ટ
પ્રયાગરાજ : નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરુપયોગ પણ વધ્યો છે તેવું અવલોકન અલ્લાહાબાદ હાઇકોર્ટે કર્યું હતું. હાઇકોર્ટના ન્યાયાધીશ કૃષ્ણ પહલે ૪૨ વર્ષીય અરૂણ કુમાર મિશ્રાની જામીન અરજીનો સ્વીકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ૪૨ વર્ષના પરણિત અરુણ પર ૨૫ વર્ષીય યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો.