Supreme Court: TMC સાંસદ મહુવા મોઇત્રા દ્વારા ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ સામેની વિવાદિત ટિપ્પણીને લઈને અવમાનનાની અરજી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ અરજી નકારી દીધી છે અને કહ્યું કે, સાંસદની ટિપ્પણી ખૂબ જ બેજવાબદાર હતી અને તેઓ સુપ્રીમ કોર્ટના અધિકારને ઓછા કરવા અને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, અરજી નકારતા દરમિયાન કોર્ટે કહ્યું કે, ‘અદાલત ફૂલ જેટલી નાજૂક નથી કે આવા હાસ્યાસ્પદ નિવેદનોથી કરમાઈ જાય.’
કોર્ટ ફૂલ જેવી નાજૂક નથી
સોમવારે (પાંચમી મે) ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે ટિપ્પણીને લઈને અવમાનનાની કાર્યવાહીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી દીધી પરંતુ અરજી નકારતા તેમણે કહ્યું કે, અમે જલ્દી તેના પર આદેશ આપીશું પરંતુ, અરજી પર સુનાવણી નહીં કરીએ. આ દરમિયાન CJI સંજીવ ખન્નાએ અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે કહ્યું કે, અમારૂ માનવું છે કે, કોર્ટ ફૂલની જેમ નાજૂક નથી જે આ પ્રકારના હાસ્યાસ્પદ નિવેદનોથી કરમાઈ નહીં જાય.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક શરૂ, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા
નેતાઓના આવા નિવેદનથી જનતાની અદાલત પ્રત્યે વિશ્વસનીયતા નહીં ડગે
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નિશિકાંત દુબેને ફટકાર લગાવતા કહ્યું કે, ‘તેમની આ ટિપ્પણી ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ અને અડચણ ઊભી કરવાની પ્રવૃત્તિ છે. સાંસદની ટિપ્પણીએ બંધારણીય અદાલતોની ભૂમિકા અને બંધારણ હેઠળ આપવામાં આવેલા કર્તવ્યો અને જવાબદારીઓ વિશે તેમની અજ્ઞાનતા દર્શાવે છે. અમને નથી લાગતું કે, આ પ્રકારના વાહિયાત નિવેદનોથી જનતાની નજરમાં અદાલત પ્રતિ વિશ્વસનીયતા ડગી શકે છે. જોકે, કોઈપણ શંકા વિના કહી શકાય કે, આવું કરવાની ઈચ્છા અને જાણીજોઈને પ્રયાસ જરૂર કરવામાં આવી રહ્યા છે.’
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ
ચીફ જસ્ટિસે અરજી પર વિચાર ન કર્યો પરંતુ, તેમણે સ્પષ્ટ કરી દીધું કે, કોમવાદી ઘૃણા ફેલાવવા અથવા ઘૃણાસ્પદ ભાષણમાં સામેલ થવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ થોડા દિવસો પહેલાં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશેમાં જેટલા પણ ગૃહયુદ્ધ થઈ રહ્યા છે, જેના માટે ચીફ જસ્ટિસ જવાબદાર છે. ભાજપ સાંસદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે.