Madhya Pradesh Violence: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોટી બબાલ થઈ છે. લવ જેહાદનો આરોપ લગાવીને એક સમુદાયના લોકોએ બીજા સમુદાય સાથે ઝઘડી પડ્યા હતા. જોતજોતામાં વિવાદ હિંસક થઈ ગયો. ઘટનાથી આક્રોશિત લોકોએ ભારે તોડફોડ અને આગચંપી કરી હતી. ભીડના કારણે કેટલાક ઘરો અને દુકાનોને પણ આગના હવાલે કરી દેવાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ હતી.