Devendra Fadnavis On Raj Thackeray and Uddhav Thackeray : મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને ઉદ્વવ ઠાકરે સાથે આવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યારે આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેને સકારાત્મક રીતે લીધું હોવાનું સામે આવ્યું છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘જો તેઓ સાથે આવે છે તો તેની અમને ખુશી થશે. કારણ કે, જો અલગ થયેલા લોકો સાથે મળે અને કોઈનો વિવાદ ખત્મ થાય તો તે સારી વાત છે. જેમાં ખોટું લગાડવાની કયા વાત છે. પરંતુ આપણે શું કહી શકીએ કે તેમણે ઓફર કરી અને તેમણે જવાબ આપ્યો?’
જ્યારે બીએમસી ચૂંટણીઓ અંગે ફડણવીસે કહ્યું હતું કે, ‘ભલે બીએમસીની ચૂંટણી હોય કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ, ભાજપના નેતૃત્વમાં આપણી મહાયુતિ ચોક્કસપણે આ બધી ચૂંટણીઓ જીતશે. મહાયુતિનો વિજય થશે.’
આ પણ વાંચો: મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત
સ્વાભિમાન સાથે સમાધાન નહીં થાયઃ સંજય રાઉત
રાજ ઠાકરે અન ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાના નિવેદનને લઈને સંજય રાઉતે કહ્યું કે, બંને ભાઈ છે અને તેમનો સંબંધ કાયમ છે. રાજકીય મતભેદ હોય શકે છે. આજની ભાજપ મહારાષ્ટ્રની નંબર વન દુશ્મન છે. જેના કારણે અમિત શાહે પોતાના સ્વાર્થ માટે શિવસેનાને તોડી અને આવા લોકોને ઘરમાં જગ્યા નહીં આપીએ. સત્તા નહીં મળે પણ સ્વાભિમાન રાખીશું. આવા લોકોને ના અમે ઘરમાં જગ્યા આપીશું, ન વાત કરીશું અને ન સાથે પાણી પીશું. આ અમારી અને મહારાષ્ટ્રના સ્વાભિમાનની ભૂમિકા છે. વધુમાં વધુ શું થશે સત્તા નહીં મળે, ભલે ન મળે. અમે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરીએ. અમારી એક જ માંગ છે કે, તમે તેમના સાથે કોઈ સંબંધ નહીં રાખો તો જરૂર અમે તમારી સાથે વાત કરીશું.’