– ખાલિસ્તાનીઓનો ઉપયોગ કરી મોટા હુમલાની આઈએસઆઈની તૈયારી હતી
– બે રોકેટ ગ્રેનેડ્સ સાથે લોન્ચર, બે હેન્ડ ગ્રેનેડ્સ, પાંચ પિસ્તોલ, રિમોટ સાથે બે કિલો આરડીએક્સ, વાયરલેસ સેટ જપ્ત
– આતંકીઓને ઘૂસાડવા કઠુઆમાં પાકિસ્તાને જૂના રસ્તા સક્રિય કરતા સેના એલર્ટ, પૂંચમાં સતત છ દિવસથી સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર : પંજાબ પોલીસે બે આતંકી મોડયૂલનો પર્દાફાશ કરીને ૧૩ આતંકીઓની ધરપકડ કરી હતી. સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા હતા. આ બન્ને આતંકી મોડયૂલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકીઓ સાથે જોડાયેલા હતા.