![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. પ્લેટીનમના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. વૈશ્વિક સ્તરે ઈરાન વોર વકરી રહ્યાના સંકેતોથી બજારમાં અજંપો વધ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના નીચામાં ૪૬૩૪ ડોલર તથા ઉંચામાં ભાવ ૪૭૩૫ થઈ ૪૬૬૬થી ૪૬૬૭ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારની ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશના ઝવેરી બજારોમાં આજે બેતરફી ઉછળકુદ વચ્ચે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું.
દરમિયા, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૭૪.૫૬ તથા નીચામાં ૭૧.૨૩ ડોલર થઈ ૭૧.૭૩થી ૭૧.૭૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૬૦૦થી ૭૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૬૬૨૮ તથા ૯૯૯ના રૂ.૧૪૭૨૧૮ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૦૦ વધી રૂ.૨૩૨૩૬૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ઉંચામાં ૨૦૨૨ તથા નીચામાં ભાવ ૧૯૪૯ થઈ ૧૯૯૪થી ૧૯૯૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૪૯૯ તથા નીચામાં ભાવ ૧૪૩૯ થઈ ૧૪૫૧થી ૧૪૫૨ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલ બજારમાં આજે બેરલના ભાવ ઉંચામાં ૧૧૧.૨૨ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૦૫.૦૫ થઈ ૧૦૮.૧૭ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૨.૪૭ તથા ઉંચામાં ભાવ ૯૬.૪૫ થઈ ૯૫.૪૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦ ઘટી રૂ.૬૩૧૦૮ બંધ રહ્યા હતા.










