gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696 | Sensex in search of bottom plunges 1837 points t…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in Business
0 0
0
તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696 | Sensex in search of bottom plunges 1837 points t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન વિરૂધ્ધનું ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિશ્વને ઈંધણની મહાકટોકટીમાં ધકેલી રહ્યું હોઈ ભારત સહિત વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ, એલપીજી સહિતની ભારે અછત સર્જાવાનો અંદેશો મળતાં આજે વૈશ્વિક ઈક્વિટી, કોમોડિટીઝ-બુલિયન-સોના-ચાંદીના ભાવોમાં ઐતિહાસિક કડાકો બોલાઈ જવા સાથે ભારતીય શેર બજારો તળીયાની શોધમાં  ધબાય નમ: થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ-ઈસ્ટની પરિસ્થિતિની કોર કેબિનેટ મીટિંગમાં સમીક્ષા કર્યા બાદ આજે સંસદમાં દેશને આ પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કરતાં અને એક પ્રકારે કોરોના કાળ જેવું સંકટ સર્જાય શકે છે એ માટે તૈયાર રહેવાનો સંકેત આપતાં શેરોમાં  ઓલ ફોર ડાઉન સાર્વત્રિક નવો કડાકો બોલાઈ ગયો હતો.  ઈરાનને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ વિના રોકટોક ખુલ્લું મૂકવાની અને નહીં તો ઈરાનના તમામ વીજ મથકોને ઉડાવી દેવાની ધમકી આપી ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યા છતાં ઈરાન ટસનું મસ નહીં થઈ ઈઝરાયેલ અને અમેરિકાના લશ્કરી મથકો પર મિસાઈલોનો મારો ચલાવતાં અને સામી  અમેરિકા-ઈઝરાયેલને ધમકી આપતાં યુદ્વ  વધુ ભયાવહ બનવાના સ્પષ્ટ સંકેતે આજે  દરેક સપાટી બજાર ગુમાવતું જોવાયું હતું. સેન્સેક્સ ૧૮૩૬.૫૭ પોઈન્ટ તૂટીને ૭૨૬૯૬.૩૯ અને નિફટી ૫૦ સ્પોટ ૬૦૧.૮૫ પોઈન્ટ ગબડીને ૨૨૫૧૨.૬૫ બંધ રહ્યા હતા. તમામ સેક્ટરના શેરોમાં ગાબડાં સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી.

બેંકેક્સ ૨૬૮૭ પોઈન્ટ તૂટયો 

યુદ્વના કારણે બેંકોની લોનો જંગી પ્રમાણમાં એનપીએ બનવાના સતત વધતાં જોખમે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે અસાધારણ હેમરિંગ થયું હતું.પીએનબી રૂ.૬.૧૦ તૂટીને રૂ.૧૦૫.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૨૬૫.૮૦, કેનેરા બેંક રૂ.૬.૯૦ ઘટીને રૂ.૧૨૯.૫૦, એચડીએફસી બેંક રૂ.૩૬.૭૦ ઘટીને રૂ.૭૪૩.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૧૦૩૧.૭૦, એક્સિસ બેંક રૂ.૩૩.૬૦ ઘટીને રૂ.૧૧૭૦.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૨૨૨.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૪૨.૧૩ પોઈન્ટ તૂટીને ૫૭૮૩૧.૧૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ ખાબક્યો 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે વેચવાલી કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા. સોનાના ભાવોમાં કડાકા વચ્ચે આજે ટાઈટન કંપની રૂ.૨૫૬.૪૦ તૂટીને રૂ.૩૮૫૧.૮૦, વોલ્ટાસ રૂ.૭૪.૦૫ તૂટીને રૂ.૧૨૫૦.૦૫ રહ્યો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૯૦.૦૬ પોઈન્ટ તૂટીને ૫૨૦૬૧.૩૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફરી ગાબડા

વિશ્વભરમાં ઈંધણની ભયંકર કટોકટી સર્જાવાના ભય અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારા બાદ ઈંધણના રેશનિંગની તૈયારી વચ્ચે ઓટોમોબાઈલ કંપનીઓની હાલત કફોડી બનવાના એંધાણે ઓટો શેરોમાં ફરી હેમરિંગ થયું હતું. હીરો મોટોકોર્પ રૂ.૨૧૦.૯૫ તૂટીને રૂ.૫૦૬૬.૫૦, એક્સાઈડ રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૨૯૦.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૮.૭૫ તૂટીને રૂ.૨૯૫૬.૫૫, બજાજ ઓટો રૂ.૨૭૬.૩૫ ઘટીને રૂ.૮૭૭૭.૮૫, આઈશર મોટર્સ રૂ.૨૨૫.૩૫ ઘટીને રૂ.૬૬૮૨.૯૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯ ઘટીને રૂ.૩૦૫.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૪૨.૨૬ પોઈન્ટ તૂટીને ૫૨૯૭૫.૪૫ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં કડાકો 

વૈશ્વિક ઈંધણની  કટોકટીના સંકેત બાદ વિશ્વભરમાં મોટી મંદી અને અનેક ઉદ્યોગો પડીભાંગે તેવી પરિસ્થિતિ સર્જાવાના ભયે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો, ખેલાડીઓએ મોટી પોઝિશન શોર્ટ કરી હતી.  નાલ્કો રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૩૪૯.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫૮.૬૦ ઘટીને રૂ.૧૧૧૦.૮૫, વેદાન્તા રૂ.૨૬.૮૫ ઘટીને રૂ.૬૪૫.૭૫, હિન્દાલ્કો રૂ.૩૪.૭૦ ઘટીને રૂ.૮૩૯.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૯૩.૭૦ પોઈન્ટ તૂટીને ૩૫૯૧૪.૫૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વેચવાલી 

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોએ આજે ફરી ધૂમ વેચવાલી કરતાં કડાકો બોલાઈ ગયો હતો. ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૩૬૯.૭૦, વોખાર્ટ રૂ.૭૫.૫૦ ઘટીને રૂ.૧૧૦૧.૪૦, શેલબી રૂ.૮.૫૦ ઘટીને રૂ.૧૩૧.૪૫, માર્કસન્સ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૧૫૯.૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૮૦.૭૧ પોઈન્ટ તૂટીને ૪૧૩૨૫.૬૯ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં  ધોવાણ 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટી ઉથલપાથલ સર્જાતી રહી શરૂઆતમાં યુદ્વ ભયાવહ બનવાના સંકેતે ભાવો ઉંચકાઈ આવ્યા બાદ સાંજે ટ્રમ્પના ઈરાન પર હાલ તુરત હુમલા નહીંના નિવેદને ભાવ ૮થી ૧૦ ટકા તૂટયા હતા. અલબત ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આજે મોટી વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી

સેન્સેક્સ, નિફટીમાં આજે અસાધારણ કડાકો બોલાઈ જવા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલીએ વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૬૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૫૮૧  અને ઘટનારની સંખ્યા ૩૮૫૮  રહી હતી.

FIIની રૂ.૧૦,૪૧૪ કરોડની વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦,૪૧૪.૨૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૩૩૦.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૭૪૭.૨૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૨,૦૩૩.૯૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૫,૯૫૨.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૧૯.૦૧ કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિ  ઘટી

શેરોમાં સાર્વત્રિક ધૂમ વેચવાલીએ કડાકો બોલાઈ જતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧૩.૯૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૫.૨૧  લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઈંધણને લઈ અફરાતફરીનો માહોલ, પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગી | Fuel chaos long queues at petrol pumps

ઈંધણને લઈ અફરાતફરીનો માહોલ, પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગી | Fuel chaos long queues at petrol pumps

સોનાના ભાવ રૂ.9000 તૂટયા પછી મોડી સાંજે રૂ.6000નો ઉછાળો | Gold prices rose by Rs 6000 late in the ev…

સોનાના ભાવ રૂ.9000 તૂટયા પછી મોડી સાંજે રૂ.6000નો ઉછાળો | Gold prices rose by Rs 6000 late in the ev...

મહિલા બુટલેગર સહિત પાંચ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વાળ્યા | Bulldozers again targeted the …

મહિલા બુટલેગર સહિત પાંચ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વાળ્યા | Bulldozers again targeted the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

9 months ago
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

4 months ago
રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

1 year ago
95 કેદીના મોત સાથે કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત મોખરે, NHRCના રિપોર્ટે સરકારની નીતિ ઉઘાડી પાડી | gujar…

95 કેદીના મોત સાથે કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત મોખરે, NHRCના રિપોર્ટે સરકારની નીતિ ઉઘાડી પાડી | gujar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News