મુંબઈ : હાલ કાશ્મીરમાં પહેલગામમાં થયેલી હિંસા દરેકને માટે કંપારી છુટાવી દેનારી છે. આ વખતનો આતંકવાદી હુમલો બિલકુલ અલગ પ્રકારનો છે. અત્યાર સુધીના આતંકવાદી હુમલા ભારત ઉપર થતા હતા. આ વખતનો આતંકી હુમલો ભાજપ અને આરએસએસને ઉશ્કેરવા માટે થયેલો હુમલો છે. હિન્દુઓ ઉપર થયેલો હુમલો છે. જેને ભૂતકાળમાં થયેલા કોઈપણ હુમલા સાથે સરખાવી શકાય નહીં. આના પડઘા પણ ભૂતકાળ-ઈતિહાસમાં થયેલા તેવા નહીં હોય, તેનાથી વધારે મોટા પ્રકારનો વળતો પ્રહાર ભારત તરફથી થશે એ અચૂક છે. ભારત સાથે ઘણા દેશો ઊભા રહેશે અને ૭૦ ટકા શક્યતા તેવી છે કે, ભારત જે પણ આતંકવાદી હુમલાનો જવાબ, જે કોઈપણ ઓપ્શન-માર્ગે-પ્રકારે આપશે તેની સાથે તમામ દેશો ભારત સાથે ઊભા રહેશે.
માણસ હોય કે કોઈ દેશના રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય,તેઓ પોતાના દેશનું ભવિષ્ય કોની સાથે સારૂ રાખવું જોઈએ , તે નો વિચાર તો કરશેજ. સદર વિચાર કરતી વખતે, પાકિસ્તાન સાથે કોઈ ઊભું રહેશે નહી. કટ્ટર મુસ્લિમ દેશ અથવા ચાઈના માત્ર. આ પાકિસ્તાન સાથે ઊભા રહી શકે છે. ચાઈન અગર આ યુદ્વમાં પાકિસ્તાન સાથે ઊભું રહે તો યુદ્વ મોટું અને લાંબા સમયનું થઈ શકે છે અને વિશ્વ યુદ્વમાં ફેરવાઈ શકે છે. જે શક્યતા ૩૦ ટકા સુધીની જ ગણી શકાય.
અત્યારે આપણે શું કરવું જોઈએ…
(૧) નેટવર્થના પાંચથી ૧૦ ટકા ફિઝિકલ ગોલ્ડ-સોનું પોતાની સાથે સૌથી ખરાબ સમય માટે રાખવું જોઈએ. (૨) અગર ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરેલું હોય તો તે વેચીને આવેલ રકમનું ફિઝિકલ ગોલ્ડ પોતાની પાસે રાખવું. (૩) એસેટ મેનેજમેન્ટમાં શેર બજારમાં કરેલા રોકાણમાંથી ૨૦થી ૩૦ ટકા કેશ ઓન હેન્ડ રાખવું. બજારમાં ફરી એન્ટ્રી-રોકાણ માટે ૭૦૦૦ સ્ક્રિપમાંથી પસંદગી પછી પણ કરી શકાશે. (૪) સંવેદનશીલ વિસ્તારમાં જવા-આવવાનું ટાળવું, સંવેદનશીલ વિસ્તારમાં રહેતા હો તો ત્યાંથી હંગામી ધોરણે બીજી કોઈ જગ્યાએ શીફ્ટ થવું. ભગવાનના પ્રાર્થના કરીએ કે બદલો પણ લેવા અને ભારતની પ્રગતિ માટે ટૂંક સમયમાં બદલો લેવાઈ ગયા પછી શાંતી પણ ઝડપી સ્થપાય જાય. બદલાની તૈયારીઓ અને યુદ્વના ટેન્શન વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૨૨૨ની પ્રતિકારક સપાટીએ ૨૩૬૬૬ નીચે બંધ આવતાં ૨૩૪૪૪ અને સેન્સેક્સ ૮૦૦૦૦ની પ્રતિકારક સપાટીએ ૭૮૦૦૦ની નીચે બંધ આવતાં ૭૭૨૨૨ જોવાઈ શકે છે.
PREMIER EXPLOSIVES LTD.
બીએસઈ(૫૨૬૨૪૭), એનએસઈ(PREMEXPLN)લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ લિમિટેડ(PREMIER EXPLOSIVES LTD.), નાણા વર્ષ ૨૦૨૬ સુધીમાં રૂ.૬૫૦ કરોડની આવકની અપેક્ષા ધરાવતી કંપનીની સ્થાપના માર્ચ ૧૯૮૦ના થઈ હતી. ૫૦ એવોર્ડ વિજેતા, સમગ્ર ભારતમાં ૧૦ વિસ્તારોમાં સ્થિત કંપની ખાણકામ અને ઈન્ફ્રા ઉદ્યોગો અને સંરક્ષણ અને અવકાશ માટે ઉપયોગમાં લેવાતાં ઈન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ્સ અને ડેટોનેટર્સના ઉત્પાદનમાં પ્રવૃત છે. કંપની ડીઆરડીઓની છત્રછાયા હેઠળ ઈસરોના શ્રીહરિકોટા સેન્ટર ખાતે સોલિડ પ્રોપેલન્ટ પ્લાન્ટસનું સંચાલન અને જાળવણી (ઓએન્ડએમ), સર્વિસિઝ અને જાધવપુર ખાતે સોલિડ ફયુલ કોમ્પલેક્ષ પણ હાથ ધરે છે.
વિસ્ફોટકો અને સંરક્ષણ ક્ષેત્રમાં પ્રણેતા ભારતમાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરનાર એ સ્વદેશી ટેકનોલોજી સાથે જોડાણ કરનાર પ્રથમ છે. વ્યાપારી ધોરણે વધુ સુરક્ષિત અને ગ્રીન એનએચએન ડેટોનેટરનું ઉત્પાદન કરનાર વિશ્વની પ્રથમ કંપની છે. મિસાઈલ કાર્યક્રમો માટે સોલિડ પ્રોપેલન્ટસનું ઉત્પાદન કંપની સ્વદેશી ટેકનોલોજી અને ટેકનોલોજી ટ્રાન્સફર સાથે સંરક્ષણ અને અવકાશ કાર્યક્રમોમાં ભાગ લેનારી મેન્યુફેકચરીંગ અને ડેવલપમેન્ટ પ્રોડક્ટસ માટે પોતાના લાઈસન્સો ધરાવે છે. અત્યારે કંપની પાસે વિસ્ફોટકો અને એસેસરીઝના ઉત્પાદનમાં ઉત્પાદનો અને ટેકનોલોજીની વિશાળ શ્રેણી છે.
બલ્ક એક્સપ્લોસિવ્ઝ પ્લાન્ટો : સિગારૌલી-મધ્યપ્રદેશ, ચંદ્રપુર-મહારાષ્ટ્ર, ગોદાવરીખાની-તેલંગણા, મનુગુરૂ-તેલંગણામાં સ્થિત છે.
એસેસરીઝ અને ડિફેન્સ એક્સપ્લોસિવ્ઝ પ્લાન્ટો : પેડ્ડાકનડુકુરૂ-તેલંગણા પ્લાન્ટમાં ડેટોનેટર, ડટોનેટીંગ ફયુઝ, એક્સપ્લોસિવ્ઝ બુસ્ટર, પાયરો ડિવાઈસીઝ, સોલિડ પ્રોપેલન્ટસ, પીઈટીએન, અમોનીયમ પર ક્લોરેટનો સમાવેશછે.
બોનસ શેર ઈતિહાસ : વર્ષ૧૯૮૮માં ૧:૧ શેર, વર્ષ ૧૯૯૪માં ૧:૨ શેર બોનસ
બુક વેલ્યુ : (રૂ.૨ પેઈડ-અપ મુજબ) : વર્ષ ૨૦૨૨માં રૂ.૩૫, વર્ષ ૨૦૨૩માં રૂ.૩૬, વર્ષ ૨૦૨૪માં રૂ.૪૧, અપેક્ષિત વર્ષ ૨૦૨૫મા રૂ.૪૭, અપેક્ષિત વર્ષ ૨૦૨૬માં રૂ.૫૪
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર અમરનાથ ગુપ્તા પરિવાર પાસે ૪૧.૩૩ ટકા, મ્યુચ્યુઅલ ફંડ એચડીએફસી ટ્રસ્ટી પાસે ૮.૨૦ ટકા, પબ્લિક રિટેલ શેરધારકો પાસે ૨૯.૨૩ ટકા, એચએનઆઈઝ પાસે ૯.૯૧ ટકા, કોર્પોરેટ બોડીઝ-અન્ય પાસે ૧૧.૩૩ ટકા છે.
આવક : નાણા વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨૦૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૨૦૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૭૧ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૫૨૦ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૫૦ કરોડ
ઓર્ડર બુક : ૧લી જાન્યુઆરી ૨૦૨૫ મુજબ કંપની પાસે રૂ.૭૪૦ કરોડના ઓર્ડરો છે, જેમાં ૮૧ ટકા ડિફેન્સ પાસેથી, ૧૫ ટકા એક્સપ્લોસિવ્ઝ અને ચાર ટકા સર્વિસિઝના છે.
ગ્રાહકોની યાદી : કંપનીના ગ્રાહકોમાં ડિફેન્સ આર એન ડી ઓર્ગેનાઈઝન, ભારત ડાયનામિક્સ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એએસટુ, ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ઈસરો છે. આ સિવાય પ્રોપેલન્ટ પ્લાન્ટ શ્રીહરિકોટા સેન્ટર-ઈસરો, સોલિડ ફયુલ કોમ્પલેક્ષ-જગદલપુર-ડીઆરડીઓ ઈન્ડિયન ડિફેન્સ, કોલ ઈન્ડિયા, એમઓજેએલ, એસસીસીએલ નેવેલી લિગ્નાઈટ, સિમેન્ટ મેન્યુફેકચરરો છે. વિદેશોમાં ગ્રાહકો ઈઝરાયેલ, ગ્રીસ, જોર્ડન, તુર્કિ, નેપાળ, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા વગેરેમાં છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : કોન્સોલિડેટેડ ચોખ્ખી આવક રૂ.૨૭૬કરોડ મેળવી એનપીએમ ૧૦.૩૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૨૭ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ નવમાસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક ૧૮૯ ટકા વધીને રૂ.૩૪૫ કરોડ મેળવી એનપીએમ ૭.૨૫ ટકા થકી ચોખ્ખો નફો ૧૬ ટકા વધીને રૂ.૨૫ કરોડ નોંધાવી શેર દીઠ નવમાસિક આવક રૂ.૪.૬૪ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૫૨૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૩૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૩૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૧૪ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૫૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૩૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭.૨૫ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.