gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in Business
0 0
0
ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામના અંત પૂર્વે બન્ને પક્ષોને સમજાવવામાં વિશ્વના દેશો કંઈક અંશે સફળ રહ્યા હોઈ યુદ્વ વિરામ લંબાવવાના સંકેત અને બીજી તરફ હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર કબજા સંબંધિ અસ્પષ્ટતાએ ઈરાનના બંદરોથી જહાજોનું વહન અટક્યું હોઈ યુદ્વ વિરામની મુદ્દત નજીક આવતી હોઈ ઘર્ષણ વધવાના પણ અમુક વર્ગના અંદાજોએ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી જોવાઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થઈ રહી હોઈ અમેરિકા સાથે વેપાર વધવાની અપેક્ષા અને ઈરાન સહિત ગલ્ફ દેશોમાંથી ભારતને ઓઈલ, ગેસનો પુરવઠો જળવાઈ રહેવાના અને રશિયાએ પણ અમર્યાદ ક્રુડ ઓઈલ આપવાની  બાયંધરી આપતાં આ પોઝિટીવ પરિબળોએ શેરોમાં આરંભિક કલાકોમાં તેજી આવી હતી. પરંતુ અમેરિકાએ ભારત સહિતના દેશો પર રશીયા પાસેથી ઓઈલ હંગામી ખરીદીની આપેલી મંજૂરી પાછી ખેંચી લેતાં હવે પ્રતિબંધોની નેગેટીવ અસરના અંદાજોએ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, આઈટી-સોફ્ટવેર, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પરંતુ વધ્યામથાળે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસમાં વેચવાલીએ આરંભિક ઉછાળો અંતે ધોવાયો હતો. સેન્સેક્સ આજે આરંભમાં ૬૧૯.૦૮ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૮૭૩૦.૩૨ સુધી  પહોંચી પાછો ફરીને નીચામાં ૭૭૬૭૪.૯૩ સુધી આવી અંતે આગલા બંધ સામે ૧૨૨.૫૬  પોઈન્ટના ઘટાડે અને વધ્યામથાળેથી ૭૪૧.૬૪ પોઈન્ટ ઘટીને ૭૭૯૮૮.૬૮ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ઉછળીને ૨૪૪૦૦.૯૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૪૧૦૨.૮૦ સુધી આવી વધ્યામથાળેથી ૨૦૪.૨૦ પોઈન્ટ અને આગલા બંધ સામે ૩૪.૫૫ પોઈન્ટ ઘટીને ૨૪૧૯૬.૭૫ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૫૪ પોઈન્ટ ઉછળ્યો : ભેલ રૂ.૧૭, કેઈન્સ રૂ.૧૮૬, હોનટ રૂ.૧૨૭૨ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની ખરીદી જળવાઈ  હતી. ન્યુક્લિયર પાવર ક્ષેત્રે સરકાર દ્વારા મેગા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવતાં અને  આ માટે કંપનીઓને મોટા કોન્ટ્રેક્ટ મળવાના અહેવાલોએ ફંડોની શેરોમાં સતત લેવાલી રહી હતી. ભેલ રૂ.૧૬.૬૦ ઉછળીને રૂ.૩૦૯.૦૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૧૦ વધીને રૂ.૪૫૫.૬૦, પોલીકેબ રૂ.૧૧૧.૯૦ વધીને રૂ.૭૯૦૦.૪૫, કેઈઆઈ રૂ.૫૫.૨૫ વધીને રૂ.૪૬૫૦.૫૦, કોચીન શિપ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૧૪૯૫.૫૦, ડાટા પેટર્નસ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૩૪૮૯.૯૫, સીજી પાવર રૂ.૮.૪૫ વધીને રૂ.૭૫૫.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૫૩.૫૬ પોઈન્ટ વધીને ૭૪૪૭૯.૮૫ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં તેજી : વિપ્રોનું રૂ.૧૫૦૦૦ કરોડનું બાયબેક : સોનાટા, ૬૩ મૂન્સ, ઝેનસાર વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં એક તરફ નાસ્દાકમાં સતત તેજીના આકર્ષણે અને વિપ્રો દ્વારા રૂ.૧૫,૦૦૦ કરોડના શેરોનું બાયબેક કરવાનું જાહેર કર્યાના આકર્ષણે શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. વિપ્રો સાધારણ વધીને રૂ.૨૧૦.૨૦, ૬૩ મૂન્સ રૂ.૩૪.૮૦ વધીને રૂ.૬૫૦.૩૦, એએસએમ ટેક રૂ.૧૪૮.૪૦ વધીને રૂ.૩૧૧૬.૭૫, ઝેનસાર ટેકનો રૂ.૨૫.૨૦ વધીને રૂ.૫૮૮.૨૫, માસ્ટેક રૂ.૬૧.૪૦ વધીને રૂ.૧૭૦૦.૧૦, મોસચીપ રૂ.૮.૧૫ વધીને રૂ.૧૯૨.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૦૪.૮૮ પોઈન્ટ વધીને ૩૦૬૭૬.૧૩ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોની આક્રમક ખરીદી : જીએમડીસી, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, સેઈલ, જેએસડબલ્યુ વધ્યા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે ફંડોની એલ્યુમીનિયમ શેરોમાં તેજી મોટી તેજી થઈ હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૧૭૧.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧.૧૦ વધીને રૂ.૧૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૧૩.૯૧ પોઈન્ટ વધીને ૪૧૯૪૯.૯૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં  પ્રોફિટ  બુકિંગ : એચડીએફસી બેંક, ફેડરલ બેંક, કોટક બેંકમાં નરમાઈ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. એચડીએફસી બેંક રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૭૯૫.૫૦,  ફેડરલ બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૮૪.૩૦, કોટક બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૩૭૯.૪૦ રહ્યા હતા.  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૫.૫૪ પોઈન્ટ ઘટીને ૬૩૨૦૨.૩૭ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડોની તેજીને વિરામ : હીરો મોટોકોર્પ રૂ.૧૨૪, મહિન્દ્રા રૂ.૩૫, ટીવીએસ રૂ.૩૫ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોએ તેજીને વિરામ આપીને પ્રોફિટ બુકિંગ કર્યું હતું. હીરો મોટોકોર્પ રૂ.૧૨૪.૦૫ ઘટીને રૂ.૫૧૬૦.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૪.૭૫ ઘટીને રૂ.૩૨૨૧.૩૫, ટીવીએસ મોટર રૂ.૩૪.૭૦ ઘટીને રૂ.૩૭૫૦.૬૦, સોના રૂ.૪.૭૦ ઘટીને રૂ.૫૮૦.૯૫ રહ્યા હતા.

સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી સામે સ્મોલ, મિડ કેપમાં આકર્ષણ જળવાયું : ૨૭૭૫ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતીમાં અંતે નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે એકંદર ઘણા શેરોમાં ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૦૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૭૫ અને ઘટનારની સંખ્યા ૧૫૭૪ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૩૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૪૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ફરી શેરોમાં નેટ ખરીદદાર બની જઈ આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૮૨.૩૬ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી.જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૩૪૨૭.૭૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૮૦ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી સામે  સાઈડ માર્કેટમાં વ્યાપક આકર્ષણે આજે શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૮૦ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist...

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal ...

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

1 year ago
અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…

7 months ago
અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

5 months ago
I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News