![]()
Vadodara Congress : વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે, વોર્ડ 1ના કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ નાટ્યાત્મક રીતે ફોર્મ પાછું ખેંચી લેતા ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ પ્રમુખ અને કનુ પ્રજાપતિનો ટપલી દાવ પણ થયો હતો. આ અંગે કોંગ્રેસે ભાજપ સામે જાત જાતના આક્ષેપો કર્યા હતા. એમાં સૌથી મોટો આક્ષેપ લોકશાહીની હત્યા કરાયાનો થયો હતો. આ અંગે જયુબીલી બાગ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે એકત્ર કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટરો સહિત બેનરો સાથે લોકશાહીની હત્યા કરાયાના આક્ષેપોના સૂત્રો લખાયા હતા.
ઉલ્લેખનીય છે કે પાલિકાની ચૂંટણીને આવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરમિયાનનો ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ઉમેદવારો કનુ પ્રજાપતિએ નાટ્યાત્મક રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ અંગે ચૂંટણી અધિકારીની ઓફિસથી જાહેર રોડ સુધી ભારે હંગામો હતો ત્યારે કોંગી ઉમેદવાર કનુ પ્રજાપતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો જાહેરમાં ટપલી દાવ થયો હતો. જ્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચી લેવા બાબતે સીધો આક્ષેપ ભાજપ પર કર્યો હતો અને આ કૃત્યને લોકશાહીની હત્યા સમાન ગણાવાયો હતો. આ અંગે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપો સાથે અમદાવાદી પોળ નજીકના ગાંધીનગર ગૃહ ખાતે આજે સવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં એકત્ર થયેલા કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન વખતે લોકશાહીની હત્યા બાબતેના બેનર સાથે હાલની પાલિકાની ચૂંટણીમાં લોકશાહીની હત્યા થયાના આક્ષેપોવાળા પોસ્ટરો સાથે અસંખ્ય કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેમાં ભાજપ વિરુદ્ધ આક્ષેપો કરતા અને લોકશાહી બચાવોના નારા પણ ધરણા કાર્યક્રમમાં લગાવાયા હતા. આ ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત રામકિશન ઓઝા (AICC સેક્રેટરી, પ્રભારી મધ્ય ગુજરાત) અને બિમલ શાહ (પૂર્વ મંત્રી, પ્રભારી શહેર જીલ્લા) ઉપસ્થિત રહેવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ લોકશાહી બચાવવાની આ લડાઇમાં ઉપસ્થિત રહ્યા હતા.










