(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
ભારતનો આઇઆઇપી (ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન) આધારિત
ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર માર્ચ,
૨૦૨૫માં ૩ ટકા રહ્યો છે. જે ફેબુ્રઆરી,
૨૦૨૫માં ૨.૯ ટકા હતો. જો કે આજે ફેબુ્રઆરી, ૨૦૨૫ના ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિ દરને રિવાઇઝ કરી ૨.૭ ટકા
કરવામાં આવ્યો છે.
માર્ચ,
૨૦૨૪માં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૫.૫ ટકા હતો. આમ વાર્ષિક ધોરણે ઔદ્યોગિક
ઉત્પાદનના વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. માર્ચ,
૨૦૨૫માં મેન્યુફેકચરિંગ,
માઇનિંગ અને પાવર સેકટરની વૃદ્ધિ નબળી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આઇઆઇપીમાં ૪ ટકાની વૃદ્ધિ જોવા મળી
છે જ્યારે ૨૦૨૩-૨૪માં ૫.૯ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
સરકારે આ મહિનાની શરૃઆતમાં જણાવ્યું હતું કે ફેબુ્રઆરી, ૨૦૨૫માં ઔદ્યોગિક
ઉત્પાદનનો વૃદ્ધિ દર ૨.૯ ટકા હતો. જો કે હવે આ આંકડો સંશોધિત કરી ૨.૭ ટકા કરવામાં આવ્યો
છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)નાં આંકડા અનુસાર
મેન્યુફેકચર ક્ષેત્રનો વૃદ્ધિ દર માર્ચ,
૨૦૨૫માં ઘટીને ત્રણ ટકા રહ્યો છે જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ૫.૯ ટકા હતોે.
માઇનિંગ ઉત્પાદનમાં વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧.૩ ટકાથી ઘટી ૦.૪
ટકા રહી છે. વીજળી ઉત્પાદન પણ માર્ચ,
૨૦૨૫માં ૬.૩ ટકા રહ્યો છે જે વર્ષ અગાઉ સમાન ગાળામાં ૮.૬ ટકા હતો.