gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in Business
0 0
0
ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Tariff Refund Process : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આદેશને રદ કરી દીધો હતો. આ ઉપરાંત કોર્ટે અત્યાર સુધીમાં વસૂલવામાં આવેલા ટેરિફને પરત કરવાનો ટ્રમ્પ તંત્રને આદેશ આપ્યો હતો. હવે અમેરિકાએ ટેરિફ રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ વિશ્વના અનેક દેશો પાસેથી ટેરિફ વસૂલનાર અમેરિકા લગભગ 160 અબજ ડૉલર રિફંડ કરશે.

રિફંડ પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ અમેરિકન તંત્રએ ટેરિફ રિફંડ પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ ટેરિફ પેટે લેવાયેલા 166 અબજ ડૉલર પરત કરવામાં આવશે. હવે અમેરિકન સરકારને તે આયાતાકારો ક્લેમ કરી શકશે, જેમણે ટ્રમ્પના આદેશ બાદ ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ ટેરિફની ચૂકવણી કરી હતી. અંદાજે 3.30 લાખ અમેરિકન કંપનીઓએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ ટેક્સ ભર્યો હતો, જેઓ હવે આ રકમ પરત મેળવવા માટે લાયક છે.

કંપનીઓ અરજી કરી રિફંડ મેળવી શકશે

જોકે રિફંડ પ્રક્રિયા ઓટોમેટિક કરાઈ નથી. રિફંડ મેળવવા માટે કંપનીઓએ અરજી કરવી પડશે. આશા છે કે, મંજૂરી મળ્યા બાદ લગભગ 60થી 90 દિવસની અંદર (મેથી જુલાઈ-2026 વચ્ચ) રિફંડ મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, અમેરિકન નાગરિકો કે ગ્રાહકોને સીધું રિફંડ નહીં મળે. આ નાણાં માત્ર તે આયાતકાર અને કંપનીઓને પરત કરાશે, જેમણે સરકારને ટેક્સ આપ્યો હતો. ભલે રિફંડ પ્રક્રિયા હેઠળ કંપનીઓને અબજૉ ડૉલર પરત મળવાના હોય, પરંતુ નિષ્ણાતોના મત મુજબ, સામાન્ય ગ્રાહકોને તેનો તાત્કાલીક કોઈ લાભ મળવાની સંભાવના નથી.

આ પણ વાંચો : ચીને ઈરાનને ‘મિસાઈલ કેમિકલ’ની ભેટ મોકલી ! જહાજ જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો કટાક્ષ, બેઈજિંગે આક્ષેપો નકાર્યા

ભારતને કેટલું રિફંડ મળી શકે છે?

જો ભારતની વાત કરીએ તો અંદાજ મુજબ, ભારતીય નિકાસકારોને રિફંડ પેટે 10થી 12 અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, અમેરિકન કોર્ટે ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યા બાદ અમેરિકા દ્વારા 166 અબજ ડૉલરનો ટેરિફ પરત ચૂકવવાનો રસ્તો ખુલી ગયો છે. જોકે રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેંક ખાતામાં નહીં આવે. નિયમો મુજબ, માત્ર અમેરિકન આયાતકારો જ રિફંડ ક્લેમ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ જે અમેરિકન કંપનીઓ સાથે વેપાર કર્યો છે, તેમની સાથે રિફંડ માટે વાતચીત કરવી પડશે. જ્યારે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રિબેટ શેયરિંગ (રિફંડની પરસ્પર વહેંચણી) માટે સંમત થશે, ત્યારપછી ભારતીય નિકાસકારના એકાઉન્ટમાં પૈસા આવી શકશે.

કોર્ટમાં ટ્રમ્પની હાર, ટેરિફ પાછા કરવાનો અપાયો હતો આદેશ

ઉલ્લેખનીય છે કે, 20 ફેબ્રુઆરી 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ અમેરિકી કોર્ટમાં જ અરજી થઈ હતી. અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ 6-3ની સરેરાશથી નિર્ણય લેવાયો હતો. ટ્રમ્પ સરકારને આદેશ અપાયો હતો કે, જે ટેરિફ ઉઘરાવાયો છે તે ગેરકાયદે છે અને તેને પરત કરવામાં આવે. આ મુદ્દે બંધારણીય વિવાદ થયા બાદ ટ્રમ્પ તંત્રએ દાવો કર્યો હતો કે, 1977 ઈર્મજન્સી પાવર્સ સ્ટેટયુના આધારે ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા કોર્ટે આ વાત ગ્રાહ્ય રાખી નહોતી અને આ ટેરિફ પાછો આપવાના આદેશ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઇસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાકિસ્તાનની દાનત પર ઉઠ્યા સવાલો

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To...

કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh…

કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh...

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

3 months ago
કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય…’

કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય…’

1 year ago
નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…

નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…

3 months ago
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News