Waqf Act Protest by AIMIM MP: AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન મુદ્દે મોટી જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી વક્ફ કાયદાના વિરોધમાં 30 એપ્રિલે લાઈટ બંધ રાખવા સલાહ આપશે. બુધવારે રાત્રે 9 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી લાઇટ બંધ કરવાનો આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હું લોકોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરો/દુકાનોની લાઇટ બંધ કરીને આ વિરોધમાં ભાગ લે, જેથી આપણે પીએમ મોદીને સંદેશ આપી શકીએ કે આ કાયદો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.’
અસદુદ્દીન ઓવૈસીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી 13 નવી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે વધુ અરજીઓ ઉમેરી શકશે નહીં કારણ કે તેમને હેન્ડલ કરવી મુશ્કેલ બનશે. અનેક અરજદારો વતી હાજર રહેલા વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જજ સંજય કુમારની બેન્ચને અરજ કરી છે કે તેઓ હાલની અરજીઓ સાથે તેમની અરજીઓ પણ સાંભળે. જો કે, બેન્ચે કહ્યું કે, ‘અમે હવે અરજીઓની સંખ્યા વધારીશું નહીં. આ આંકડો વધતો રહેશે તો તેને સંભાળવો મુશ્કેલ બનશે.
આ પણ વાંચોઃ કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું
કોર્ટે શું કહ્યું
સોમવારે કોર્ટે વકફ સુધારા અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી નવી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર સેંકડો અરજીઓ પર સુનાવણી શક્ય નથી. તમે તમારા વિરોધના મુદ્દાઓ તૈયાર કરી રજૂ કરો. બેન્ચે અરજદાર સૈયદ અલી અકબરના વકીલને પાંચ પેન્ડિંગ કેસોમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરવા કહ્યું હતું, જેની સુનાવણી 5 મેના રોજ વચગાળાના આદેશ માટે કરવામાં આવશે. 17 એપ્રિલના રોજ બેન્ચે તેની સમક્ષ કુલ અરજીઓમાંથી ફક્ત પાંચ અરજીઓ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.