Madhya Pradesh Jain News : મધ્યપ્રદેશના નીમચ બાદ હવે ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોમવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ જૈન સ્થાનક પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ઈમારતના કાચ તૂટી ગયા છે. મંગળવારે સવારે જૈન સમુદાયના લોકોને તોડફોડના સમાચાર મળતાં જ સ્થાનકની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી અને વિરોધ કર્યો હતો. લોકોએ ચીમનગંજ મંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. અગાઉ નીમચ અને રતલામમાં પણ હુમલાના કિસ્સા નોંધાયા છે.
અજાણ્ય લોકોએ સ્થાનિક પર પથ્થમારો કર્યો
રિપોર્ટ મુજબ, આ વિવાદ સોમવારે સાંજે થયો હતો. ભોજન બાદ સાધ્વીજીઓ સ્થાનકની સામે બગીચા પાસે વાસણો ધોઈ રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ત્યાં આનો વિરોધ કર્યો અને કહ્યું કે, અમે પણ કચરો ફેંકીશું. ત્યારબાદ સાધ્વી પ્રજ્ઞાજીએ માફી માંગી અને ભવિષ્યમાં કચરો નહીં ફેંકવાનું વચન પણ આપ્યું હતું, જોકે રાત્રે અજાણ્યા શખસો ત્યાં આવ્યા હતા અને સ્થાનક પર પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો : PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા
રતલામમાં જૈન સાધ્વીને ટક્કર મારી હતી
થોડા દિવસો પહેલા સિમલાવદામાં વ્હીલચેર પર વિહાર કરી રહેલા એક જૈન સાધ્વીજીને કારમાં મુસાફરી કરી રહેલા કેટલાક યુવાનોએ ટક્કર મારી હતી. આ ઘટનામાં 70 વર્ષીય જૈન સાધ્વીજી હિતદર્શના શ્રીજી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ઉજ્જૈનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલકે જૈન સાધ્વીજીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જાણી જોઈને ટક્કર મારી હતી.
જૈન સાધુઓ પર હુમલો
15 દિવસ પહેલા નીમચ જિલ્લામાં મંદિરમાં આરામ કરી રહેલા ત્રણ જૈન સાધુઓ પર દારૂડિયાઓએ પૈસા આપવાનો ઇનકાર કર્યા બાદ લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’