gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in Business
0 0
0
પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Big Update for Pensioners: લાખો પેન્શનધારકો માટે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના(EPS) 95 હેઠળ આપવામાં આવતા લઘુતમ પેન્શનમાં વધારો કરી શકે છે. હાલમાં લઘુતમ પેન્શન ₹1,000 છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ, આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. ઘણા મજૂર સંગઠનો, વર્તમાન લઘુતમ પેન્શનને અપૂરતું માનીને તેને વધારીને ₹7,500 કરવાની માગ કરી રહ્યા છે. સંસદીય સમિતિએ પણ આ રકમમાં વધારો કરવાની ભલામણ કરી છે.

શ્રમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(EPFO)ના ખાતાધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજ દર આપવામાં આવશે. મંત્રાલય આ માટે નાણા મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે અને લીલી ઝંડી મળતાંની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે.

EPF ફંડ હવે ATM દ્વારા ઉપાડી શકાશે

સૂત્રો અનુસાર, EPF એકાઉન્ટ્સમાંથી ATM દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. આ માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ ક્લેમનો નિકાલ

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFO​​એ તેની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો હાસલ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, ઉન્નત ટેકનોલોજિકલ સંકલન અને ઓટોમેશન દ્વારા પ્રેરિત સંસ્થાએ આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ દાવાઓનો નિકાલ કર્યો છે. આ આંકડો 2024-25ના 6.01 કરોડ ક્લેમની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. 

EPFOના તાજેતરના ડેટા અનુસાર, કુલ સમાધાન કરાયેલા ક્લેમ્સમાંથી 5.51 કરોડ ક્લેમ એડવાન્સ અથવા આંશિક ઉપાડ સાથે સંબંધિત હતા.

નોંધપાત્ર રીતે એડવાન્સ ક્લેમના ક્ષેત્રમાં ‘ઓટો મોડ’ ની સફળતા સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. લગભગ 71.11% એડવાન્સ ક્લેમ ફક્ત ત્રણ દિવસમાં ઓટો મોડ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા. જેમાં ગયા વર્ષે 59.19% ની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. આના પરિણામે મેન્યુઅલ હસ્તક્ષેપમાં ભારે ઘટાડો થયો છે.

98.70% ક્લેમનું નિરાકરણ

ટેકનોલોજિકલ સુવિધાનો ઉપયોગ કરીને 6.68 કરોડ સભ્યોએ તેમના ચેક લીફની છબીઓ અપલોડ કર્યા વિના તેમના ક્લેમ ફાઇલ કર્યા. જેમાં 1.59 કરોડ સભ્યોએ નોકરીદાતાની મંજૂરી લીધા વિના સીધા તેમના બેંક ખાતાઓને લિંક કર્યા. 70.55 લાખ ટ્રાન્સફર ક્લેમ કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના સ્વતઃ-પ્રક્રિયા કરવામાં આવ્યા હતા. જ્યારે 29.34 લાખ સભ્યોએ તેમની પ્રોફાઇલમાં જાતે સુધારા કર્યા, જેનાથી EPF ઓફિસની મુલાકાત લેવાની જરૂર દૂર થઈ. આ ગતિ ચાલુ નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહી છે. ફક્ત એપ્રિલ 2026માં 61.03 લાખ ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 98.70% ક્લેમનું નિરાકરણ 20 દિવસથી ઓછા સમયમાં કરવામાં આવ્યું હતું.

‘E-PRAAPTI’: નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે એક નવી પહેલ

જૂના અને નિષ્ક્રિય PF ખાતાઓની સમસ્યાને ઉકેલવા માટે EPFO ​​ટૂંક સમયમાં ‘E-PRAAPTI’ (EPF આધાર-આધારિત ઍક્સેસ પોર્ટલ) નામનું એક નવુ સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે

આ પોર્ટલ એવા સભ્યો માટે વરદાન સાબિત થશે જેમના જૂના ખાતા UAN સાથે લિંક નથી. આધાર-આધારિત પ્રમાણીકરણ દ્વારા સભ્યો તેમના જૂના ખાતાઓને સુરક્ષિત રીતે ઍક્સેસ કરી શકશે અને તેમને તેમના વર્તમાન UAN સાથે લિંક કરી શકશે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ પોર્ટલ ‘મેમ્બર ID-આધારિત’ હશે, જે એવા સભ્યોને તાત્કાલિક લાભ પ્રદાન કરશે જેમની પાસે તેમના ID સરળતાથી ઉપલબ્ધ છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વિસ્તારીને એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમને તેમના જૂના ID યાદ નથી. આ નવી પહેલ માત્ર પારદર્શિતા વધારશે નહીં, પરંતુ દસ્તાવેજી ઔપચારિકતાઓમાં પણ ઘટાડો કરશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than mo…

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં 'નોટા'ને વધુ મત મળ્યા | 'NOTA' got more votes than mo...

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision ...

ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr…

ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

4 months ago
સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

6 months ago
ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

4 months ago
ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News