Dilli Haat Fire: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના INA ખાતે દિલ્હી હાટમાં બુધવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનાના પગલે 14 જેટલી ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવા માટે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો છે. આગમાં 30 થી 50 દુકાનો બળીને ખાખ થવાની માહિતી મળી રહી છે. બચાવ કામગીરીમાં એક-બે લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે કે, આગમાં થયેલી નુકસાનીને લઈને તપાસ શરૂ કરાશે.