Pahalgam Terrorist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્પેસ બંધ કરી દીધું છે. જેથી પાકિસ્તાનની કોઈપણ ફ્લાઈટ્સ ભારતમાંથી જઈ શકશે નહીં.
બુધવારે, ભારતે એક NOTAM (નોટિસ ટૂ એરમેન) જારી કરીને પાકિસ્તાનમાં નોંધાયેલા, સંચાલિત અને માલિકીના તમામ વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી.