Weather Update: હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે, દેશભરના મોટાભાગના વિસ્તારોમાં ગરમી પોતાના કહેર વર્તાવશે. જોકે, ક્યારેક-ક્યારેક વાવાઝોડાં અને વરસાદના કારણે તાપમાન ગત વર્ષના ગંભીર સ્તર સુધી નહીં પહોંચે. હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ (એક થી ચાર દિવસ) રહેવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતનો આજે 65મો સ્થાપના દિવસ: ભાષાના આધારે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, જાણો સંપૂર્ણ ઈતિહાસ
હીટવેવની આશંકા
ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં લૂ ના દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પીય ભારત સિવાય દેશના વિવિધ ભાગોમાં મે મહિનામાં એકથી ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે.
આ પણ વાંચોઃ એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના ડીનની શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના વીસી તરીકે નિમણૂક
વરસાદના કારણે તાપમાનમાં મળશે રાહત
મહાપાત્રએ કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય તેમજ પૂર્વોત્તર ભારતને છોડીને દેશના મોટાભાગમાં સામાન્ય અને સામાન્યથી વધારે વરસાદ થવાની આશા છે. ઉત્તર ભારતમાં વરસાદ સામાન્યથી વધારે વરસવાની સંભાવના છે, જે લાંબાગાળાના સરેરાશ 64.1 મિલીમીટરની 109 ટકાથી વધારે હોય શકે છે. મે મહિનામાં વારંવાર વાવાઝોડા અને વરસાદના કારણે તાપમાન 2024ના સ્તરથી ઉપર જવાની સંભાવના નથી.