મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે અખાત્રીજના દિવસે સોનાના ભાવ વધતા અટકી ઝડપી તૂટી જતાં ગ્રાહકોમાં રાહતની લાગણી દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી નીચી ઉતરી હતી અને ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી અને તેના પગલે પરંપરાગત માગ પણ વધ્યાના નિર્દેશો મળી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ગબડયા હતા. દરમિયાન, કોન્ફેડરેશન ઓ ફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા મુદબ અખાત્રીજના દિવસે દેશવ્યાપી ધોરણે સોનામાં કુલ આશરે રૂ.૧૨ હજાર કરોડનો વેપાર થયાનો અંદાજ મળ્યો છે. જ્યારે ચાંદીમાં આ અંદાજ દેશવ્યાપી ધોરણે રૂ.૪ હજાર કરોડનો મૂકાયો છે. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એ ન્ડ ગોલ્ડ સ્મીથ ફેડરેશનના જણાવ્યા મુજબ સોનાના ભાવ ઘટી જતાં બજારમાં માગ સારી દેખાઈ હતી.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૩૩૦૨ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૨.૫૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે ઘટી રૂ.૯૬ હજારના મથાળે ઉતરી ગયા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૬૨૭ વાળા રૂ.૯૩૯૮૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૦૧૧ વાળા રૂ.૯૪૩૬૧ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૭૩૯૦ વાળા તૂટી રૂ.૯૪૧૧૪ બોલાયા હતા.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૨.૯૯ થઈ ૬૩.૩૨ ડોલર રહ્યા હતા.નબળાઈ દેખાઈ હતી. ત્યાં ખાનગી ક્ષેત્રમાં જોબગ્રોથ ઘટી ૬૨ હજાર આવ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૬ ટકા તૂટી ગયા હતા. ચીનના સમાચાર મેન્યુ.માં નબળાઈ બતાવતા હતા.