અમદાવાદ, મુંબઈ : વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૦૧થી ૩૩૦૨ વાળા તૂટી નીચામાં ભાવ ૩૨૦૨ થઈ ૩૨૨૩થી ૩૨૨૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૬૨૦૦૨ તથા ૯૯૯ના રૂ.૯૬૫૦૦ રહ્યા હતા.