gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in Business
0 0
0
સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Price: બિઝનેસ જગતના જાણીતા પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીની કિંમતોને લઈને ફરી એકવાર ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. કિયોસાકીએ દાવો કર્યો છે કે, આગામી સમયમાં શેરબજારમાં મોટો કડાકો બોલાશે, જ્યારે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચશે. તેમની આ ભવિષ્યવાણીના કારણે વૈશ્વિક બજાર સહિત રોકાણકારોમાં ભારે ચર્ચા જાગી છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રોબર્ટ કિયોસાકીએ લખ્યું છે કે, ‘દિગ્ગજ માર્કેટ વિશ્લેષક જિમ રિકાર્ડ્સનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં સોનાનો દર $10,000 પ્રતિ ઔંસ અને ચાંદીનો દર $200 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.’ હાલના સમયમાં સોનું આશરે $4,500 પ્રતિ ઔંસ અને ચાંદી $75 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય, તો ભારતીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹3,00,000 અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹5,00,000ને પાર પહોંચી શકે છે.

વૈશ્વિક શેરબજારોમાં સંકટના વાદળો

ઇંધણની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો ગયો છે, જેની સીધી નકારાત્મક અસર શેરબજારો પર જોવા મળી રહી છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી.

રોબર્ટ કિયોસાકીએ રોકાણકારોને સલાહ આપતાં લખ્યું છે કે, “સમજદાર રોકાણકારો ભવિષ્યની સ્થિતિને અગાઉથી જ પારખી લે છે અને તે મુજબ પોતાના નિર્ણયો લે છે. બજારના આ સંભવિત કડાકાથી ડરવાની કે તેના શિકાર બનવાની જરૂર નથી, બલ્કે યોગ્ય વ્યૂહરચના અપનાવીને તમે આ મંદીમાં પણ અમીર બની શકો છો.”

શું વિશ્વ વધુ એક આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યું છે?

રોબર્ટ કિયોસાકીની આ નવી ભવિષ્યવાણી બાદ આર્થિક જગતમાં ચિંતાનો માહોલ છે. બજારના નિષ્ણાતો વચ્ચે હવે એ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું વૈશ્વિક અર્થતંત્ર ફરી એકવાર મોટી મંદીના ખપ્પરમાં હોમાવા જઈ રહ્યું છે?

સ્થાનિક બજારમાં શું છે સોના-ચાંદીના ભાવ?

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના અહેવાલ અનુસાર, શુક્રવારે સરાફા બજાર બંધ થતી વખતે વિવિધ કેરેટના સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ હતા:

સોનાની શુદ્ધતા બંધ ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ ₹1,58,117

23 કેરેટ ₹1,57,484

22 કેરેટ ₹1,44,835

18 કેરેટ ₹1,18,588

14 કેરેટ ₹92,498

શુક્રવારે સાંજે જ્યારે ચાંદીનો ભાવ ₹2,66,000 પ્રતિ કિલો નોંધાયો હતો. શનિવાર અને રવિવારના રોજ સરાફા બજારમાં સાપ્તાહિક રજા હોવાના કારણે નવા દર જાહેર કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા

પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો

દેશની આર્થિક સ્થિતિ અને ચાલુ ખાતાની ખાધ (CAD)ને સંતુલિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા અથવા મર્યાદિત કરવા અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેતા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી સીધી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે, જેથી સોનાની આયાત પર અંકુશ લગાવી શકાય.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા ‘યમરાજ’ : બે રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત | Road …

હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા 'યમરાજ' : બે રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત | Road ...

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma…

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma...

કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર | …

કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ધનખડે લિમિટ ક્રોસ કરી હતી’, ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો | congress lead…

‘ધનખડે લિમિટ ક્રોસ કરી હતી’, ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો | congress lead…

12 months ago
જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો | Locals a…

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો | Locals a…

12 months ago
રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…

રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…

3 months ago
મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o…

મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News