gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેબિનમાં દુકાન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લાવીને ગ્રામ્યની મહિલા PSI દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આંખે ન જોઈ શકતા દિવ્યાંગને પોલીસ સ્ટેશનની અંદર જ લાફા, લાતો અને દંડા વડે ફટકારવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા આધેડને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, જે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર કાંડ સર્જાયો તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ આ આખી ઘટનાથી અજાણ હોવાનો દાવો કરી રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, ગોપાલ દરજી પંચવટી નજીક સરકાર તરફથી ફાળવવામાં આવેલી કેબિનમાં દુકાન ચલાવીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. બપોરના સમયે એક સગીર વયનો છોકરો તેમની કેબિન પર આવ્યો હતો. અગાઉ પણ અનેક બાળકો પેકેટ તોડી જતા હોવાથી, ગોપાલને શંકા ગઈ કે આ સગીર કંઈક તોડી રહ્યો છે. આંખે દેખાતું ન હોવાથી તેણે સગીરનો હાથ પકડવા પ્રયાસ કર્યો, જેમાં સગીરને સામાન્ય ઈજા થઈ હતી. આ બાબતની જાણ સગીરે તેના પિતાને કરતાં, પિતાએ કેબિન પર આવી ગોપાલને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. કંટ્રોલની વર્ધીના આધારે યુનિવર્સિટી પોલીસ ગોપાલને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પીડિત ગોપાલ દરજીએ જણાવ્યા હતું કે, ‘મે મારી ભૂલ સ્વીકારી સગીરના પિતા પાસે માફી પણ માંગી હતી. તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા PSI બહારથી આવ્યા હતા અને કોઈની પણ રોકટોક વગર મારા પર તૂટી પડ્યા હતા. તેણે મનેને નિર્દયતાપૂર્વક માર માર્યો અને જ્યારે મે ફરિયાદ નોંધાવવા કહ્યું ત્યારે પોલીસે ગુનો નોંધવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પોલીસના આ મારના કારણે અત્યારે મને થાપા અને બરડામાં ખૂબ દુખે છે, કાનમાંથી પાણી નીકળે છે અને આંખમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે.’

આ પણ વાંચો: મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસરી ખેસ પહેરી લે’

પોલીસ પક્ષની સફાઈ

આ ગંભીર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર. બાવાએ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘આ ઘટનામાં એવું બન્યું હતું કે, પેલા સૂરદાસ દાદાના ગલ્લે કોઈ પડીકું તોડવા બાબતે દાદાને દેખાતું ન હોવાથી તેમણે અમદાવાદ ગ્રામ્યના મહિલા પીએસઆઈ રાઠોડના નાના દીકરાને કાન પર લાફો મારી દીધો હતો. બાળકના કાનમાં વાગવાથી માતા તરીકે ઉપરાણું લઈને ગુસ્સામાં આવેલી એ મહિલા પીએસઆઈએ ત્યાં જઈને દાદાને ઝાપટ મારી દીધી હતી.’

PI એસ.આર. બાવાએ જણાવ્યું છે કે, ‘શરૂઆતમાં એ મેડમને ખબર નહોતી કે દાદા પ્રજ્ઞાચક્ષુ છે, પણ પછીથી પોલીસે તેમને જાણ કરી હતી, જેના કારણે તેમણે પણ દાદા સામે કોઈ વળતી ફરિયાદ કરી નહોતી. રાત્રે દાદાએ માત્ર એક અરજી આપી હતી પણ તેઓ ફરિયાદ કરવાની ના પાડતા હતા. તેમ છતાં, અમે દાદાને આજે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે અને જો તેઓ ખરેખર ફરિયાદ કરવા માંગતા હશે, તો અમે 100 ટકા તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું.’

કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા?

એક તરફ પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની અને પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હોવાની ગંભીર આપવીતી વર્ણવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાને માત્ર ‘માતા તરીકે ગુસ્સામાં મારેલી ઝાપટ’ અને ‘આંતરિક સમાધાન’ તરફ વાળી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કાયદાના રક્ષક ગણાતા પોલીસ સ્ટેશનની અંદર જ એક દિવ્યાંગ નાગરિક સાથે થયેલું આ વર્તન હવે ચર્ચાનો વિષય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-'પોલીસ કેસર...

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka's Blue...

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

7 months ago
નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

8 months ago
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

4 months ago
વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News