– ભારતે તે હુમલાને યુદ્ધ ભડકવનારો કહ્યો ન હતો : કહ્યું તે પાછળ મુખ્ય હેતુ આતંકીઓને શિક્ષા કરી તેમની સાન ઠેકાણે લાવવાનો હતો
નવી દિલ્હી : આજે બુધવારે વહેલી સવારે ભારતીય વિમાન દળે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓનાં ૯ મથકો ઉપર સરહદ ઓળંગીને પણ ભારે હુમલો કરતાં તે નવે નવ મથકો સાફ કરી નાખ્યાં હતાં. ઉલ્લેખનીય તે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ તેવું નામ આપ્યું હતું. તેના બે સ્પષ્ટ અર્થ છે એક છે જે મહિલાઓે પોતાના પતિ ગુમાવ્યા છે તેઓની સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું હતું તેના સ્મરણમાં તે નામ અપાયું હતું. બીજી મહત્ત્વની વાત તે છે કે લંકાદહન પછી ભગવાન શ્રી હનુમાનજીએ પોતાને પણ લાગેલા દાહ ઉપર સિંદૂર લગાડયું હતું આખા શરીરિ સિંદૂર લગાડયું તેથી ભગવાન હનુમાનજીનાં તે પરાક્રમને લક્ષ્યમાં રાખી વડાપ્રધાને તે આક્રમણને ‘ઓપરેશન સિંદૂર’તેવું નામ આપ્યું હશે.
વૉશિંગ્ટનમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર તેમજ અમેરિકાના વિદેશ મંત્રીને (માર્કો રૂબિયોને) ભારતીય વાયુ દળે તેમજ ભૂમિદળે પણ સરહદ ઓળંગી પાકિસ્તાન સ્થિત આતંકવાદી શિબિરો તોડી પાડી હતી તે વિષે સંપૂર્ણ માહિતી આપી હતી તેમ અહીં રહેલાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું.
બુધવારે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ રહેલી ત્રાસવાદી શિબિરો તોડી પાડી હતી.
કહેવાની જરૂર જ નથી કે પહલગાંવ નૃશંસ હુમલામાં આતંકીઓએ નિર્દોષ સહેલાણીઓની કરેલી હત્યાના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારત પાસે તેના નક્કર પુરાવા છે કે તે હુમલાખોરો પાકિસ્તાની આતંકવાદીઓ જ હતા. જેમણે ૨૬ નિર્દોષોના જાન લીધા હતા.
બીજી તરફ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તો દાયકાઓથી નહીં સદીઓથી લડી રહ્યા છે. પરંતુ હુમલો અમાનવીય હતો તે હુમલાખોરોને અને તેમના સંચાલકોને શરમ છે. વાસ્તવમાં તે બંને દાયકાઓથી જ નહીં સદીઓથી લડી જ રહ્યા છે. પરંતુ પહલગામમાં થયેલો આ હત્યાકાંડ વખોડવા લાયક છે.
ઓપરેશન સિંદૂરમાં ભાવલપુર સ્થિત જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનાં ૧૦ કુટુમ્બીઓ માર્યા ગયા છે. મસૂદ પોતે જીવે છે કે તે મરી ગયો તેની માહિતી નથી.