gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in Business
0 0
0
યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સંમત થઈ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે સમજૂતી થવાના અને આ સમજૂતીના ભાગરૂપ આગામી ૬૦ દિવસ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દે વાટાઘાટ કરવાના નિર્ણયને પરિણામે આજે વિશ્વ બજારોને હાશ થઈ હતી. લાંબા સમયથી અનિશ્ચિતતા, અસ્થિરતાના ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહેલા વિશ્વને ફરી ઈંધણનો પુરવઠો હોર્મુઝ માર્ગે સરળતાથી આગામી મહિનાઓમાં મળતો થવાના પોઝિટીવ પરિબળે આજે વૈશ્વિક બજારોમાં તેજી હિલોળા લેવા લાગી હતી. ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની શેરોમાં ઓલ રાઉન્ડ તેજીમાં આવી ગયા હતા. અલબત ચોમાસાની શરૂઆત બાદ વિલંબના  અને નબળા ચોમાસાના અનુમાનને લઈ ચિંતા વધતાં નાણા પ્રધાન નિર્મલા  સીતારામને દેશમાં વિદેશી રોકાણને આકર્ષવા વધુ પગલાં લેવાના આપેલા નિવેદને તેજી આરંભમાં વધુ બળવતર બની હતી. પરંતુ નબળા ચોમાસાના સંજોગોમાં સરકાર તૈયારી કરી રહી હોવાનું નિવેદન કરતાં શેરોમાં ઉછાળે સાવચેતીમાં તેજીને બ્રેક લાગી હતી.સેન્સેક્સ આરંભમાં ૧૨૯૩.૧૨ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૬૮૨૧.૦૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે પ્રોફિટ બુકિંગ સાથે સાવચેતીમાં હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, અદાણી પોર્ટ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ અંતે ૭૩૬.૩૮ પોઈન્ટ વધીને ૭૬૨૬૪.૩૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૪૦૦૦ની સપાટી કુદાવી ૨૪૦૧૧.૪૦ સુધી જઈ પાછો ફરી અંતે ૨૩૧ પોઈન્ટ વધીને ૨૩૮૫૩.૯૦ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ તૂટતાં ઓટો ઈન્ડેક્સ ૧૫૫૯ પોઈન્ટ ઉછળ્યો : બાલક્રિષ્ન રૂ.૧૭૮, મારૂતી રૂ.૪૩૪ ઉછળ્યા

યુદ્વના અંત માટે સમજૂતીના નિર્ણયના સમાચારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૪.૪૧ ડોલર ગબડી ૮૨.૯૨ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના બેરલ દીઠ ૪.૬૫ ડોલર તૂટીને ૮૦.૨૦ ડોલર થઈ જતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં નવો વધારો અટકવાના પોઝિટીવ પરિબળે આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આક્રમક તેજી થઈ હતી. ટીવીએસ મોટર રૂ.૧૪૦.૩૫ વધીને રૂ.૩૪૫૯.૪૫, ભારત ફોર્જ રૂ.૭૪.૬૦ વધીને રૂ.૨૦૨૦.૬૦, અશોક લેલેન્ડ રૂ.૫.૧૫ વધીને રૂ.૧૫૭.૬૫, મધરસન રૂ.૪.૮૦ વધીને રૂ.૧૪૮.૨૦, મારૂતી સુઝુકી રૂ.૪૩૪ વધીને રૂ.૧૩,૮૦૫.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૧.૬૫ વધીને રૂ.૩૧૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૮.૧૦ વધીને રૂ.૩૨૨૭.૬૫, એમઆરએફ રૂ.૩૧૨૦.૯૫ વધીને રૂ.૧,૨૮,૫૭૮, હ્યન્ડાઈ મોટર રૂ.૪૦.૧૦ વધીને રૂ.૨૦૨૯.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૫૯.૫૦ વધીને રૂ.૫૦૨૨.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૫૯.૧૫ પોઈન્ટ ઉછળીને ૫૯૪૭૧.૭૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ફંડો લેવાલ : કલ્યાણ  જવેલર્સ રૂ.૩૮, ક્રોમ્પ્ટન રૂ.૧૦, ડિક્સન રૂ.૪૧૨ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે મોટાપાયે લેવાલ બન્યા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૩૮.૩૫ ઉછળીને રૂ.૩૮૩, ક્રોમ્પ્ટન રૂ.૧૦.૩૦ વધીને રૂ.૨૬૬.૩૫,  ડિક્સન ટેકનોલોજી રૂ.૪૧૧.૯૦ વધીને રૂ.૧૧,૯૫૬.૫૦, વોલ્ટાસ રૂ.૪૧.૫૫ વધીને રૂ.૧૩૨૬.૮૫, અંબર એન્ટરપ્રાઈસ રૂ.૧૯૫.૧૫ વધીને રૂ.૭૬૧૫.૮૫, ટાઈટન કંપની રૂ.૯૪.૯૫ વધીને રૂ.૪૨૮૨ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૭૮.૦૨ પોઈન્ટ ઉછળીને ૫૯૬૦૪.૪૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૭૯૯ ઉછળ્યો : અપાર રૂ.૭૩૫, એઆઈએ રૂ.૧૩૪, એસ્ટ્રલ રૂ.૩૮ ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે મોટી ખરીદી થઈ હતી. બીએસઈ અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩૫.૪૦ ઉછળીને રૂ.૧૫,૯૭૩.૩૫, ા કિર્લોસ્કર એન્જિન રૂ.૪૪.૧૦ વધીને રૂ.૧૯૩૨.૫૦, સીજી પાવર રૂ.૨૧.૩૫ વધીને રૂ.૯૩૫.૪૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૮.૭૦ વધીને રૂ.૫૭૫૧.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૧.૬૫ વધીને રૂ.૪૨૮૪.૯૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૭૯ વધીને રૂ.૮૯.૮૬, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૧૫ વધીને રૂ.૩૫૪૯.૮૫, જયોતી સીએનસી રૂ.૧૦.૯૦ વધીને રૂ.૬૮૯.૪૦  રહ્યા હતા. કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૯૯.૧૯ પોઈન્ટ ઉછળીને ૭૯૬૯૧.૧૨ બંધ રહ્યો હતો. 

વિદેશી રોકાણ માટે વધુ પગલાંની તૈયારીએ ફાઈનાન્સ શેરોમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી એએમસી વધ્યા

કેન્દ્ર સરકાર દેશમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવા માટે વધુ પ્રોત્સાહનો, પગલાં લેશે એવા નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નિવેદને આજે બ્રોકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ  બજાજ ફિનસર્વની આગેવાનીમાં મોટી ખરીદી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરમાં લેવાયેલા પ્રોત્સાહનોના પગલાંએ બેંકિંગ શેરોમાં પણ સિલેક્ટિવ તેજી રહી હતી. બજાજ ફિનસર્વ રૂ.૬૦.૫૦ વધીને રૂ.૧૭૪૯.૭૫, બજાજ ફાઈનાન્સ રૂ.૨૪.૭૦ વધીને રૂ.૯૪૩.૩૫, એચડીએફસી એએમસી રૂ.૧૬૫.૫૦ વધીને રૂ.૨૬૨૨.૬૫, એનએસડીએલ રૂ.૬૧.૧૫ વધીને રૂ.૮૯૦, ફેડફિના રૂ.૯.૭૫ વધીને રૂ.૧૬૨.૧૫, એસબીઆઈ લાઈફ રૂ.૫૨.૨૫ વધીને રૂ.૧૭૫૯.૧૫, એબી કેપિટલ રૂ.૯.૯૫ વધીને રૂ.૩૬૭.૯૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૪૬.૪૫ વધીને રૂ.૧૦૦૧.૫૦, એચડીએફસી લાઈફ રૂ.૨૫.૬૫ વધીને રૂ.૫૮૧.૦૫, ટાટા કેપિટલ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૩૪૦.૮૦, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૫.૮૪ પોઈન્ટ વધીને ૬૪૪૧૩.૬૪ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફરી તેજીનો  સંચાર : પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૮૬, ફિનિક્સ રૂ.૯૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૭૬ વધ્યા

યુદ્વના અંત સાથે ફરી વૈશ્વિક રોકાણ પ્રવાહ વહેતો થવાની અને મોંઘવારીનો માર હળવો થવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીની ખરીદી વધવાની અપેક્ષાએ આજે ફંડોએ રિયાલ્ટી શેરોમાં ફરી તેજી કરી હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૮૬.૧૫ વધીને રૂ.૧૪૭૨.૪૫, ફિનિક્સ રૂ.૯૦.૩૦ વધીને રૂ.૧૮૪૮.૭૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૬.૩૫ વધીને રૂ.૧૭૬૬.૦૫, ડીએલએફ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૬૧૩.૦૫,ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૫.૯૦ વધીને રૂ.૧૬૬૮.૮૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૩૬.૪૨ પોઈન્ટ વધીને ૬૨૪૬.૯૨ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ પાંચ ટકા તૂટતાં ઓઈલ-ગેસ શેરોમાં તેજી : પેટ્રોનેટ, એચપીસીએલ, બીપીસીએલ, રિલાયન્સ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુદ્વના અંત માટે સંમતિના કારણે પાંચ ટકા જેટલા તૂટી જતાં ફંડોની આજે  ઓઈલ-ગેસ શેરોમાં પણ ખરીદી નીકળી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૧૧.૨૫ વધીને રૂ.૨૮૬.૦૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૬૯.૫૫, એચપીસીએલ રૂ.૧૩.૦૫ વધીને રૂ.૪૦૧.૮૦, ગેઈલ રૂ.૫.૧૫ વધીને રૂ.૧૭૫.૫૦, બીપીસીએલ રૂ.૮.૨૦ વધીને રૂ.૩૧૦.૪૦, આઈઓસી રૂ.૩.૫૦ વધીને રૂ.૧૪૪.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૯૯.૪૪ પોઈન્ટ ઉછળીને ૨૬૫૫૦.૫૦ બંધ રહ્યો હતો.

નબળા ચોમાસાના અંદાજોએ એફએમસીજી શેરોમાં ગોકુલ એગ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, ઈઆઈડી ઘટયા

ચોમાસું આ વર્ષે નબળું નીવડવાના અંદાજોએ એક તરફ મોંઘવારી વધવાના અને ખરીદ શક્તિ ઘટતાં માંગ વૃદ્વિ નબળી પડવાના અંદાજોએ  આજે એફએમસીજી શેરોમાં ફંડો ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલ રહ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૨૧૫૫.૯૦, ઈઆઈડી પેરી રૂ.૪ ઘટીને રૂ.૭૨૫.૩૦, ગોકુલ એગ્રો રૂ.૯.૫૫ ઘટીને રૂ.૨૨૩.૩૫, જીએમઆર ઓવરસીઝ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૮૭.૮૫ રહ્યા હતા.

નાસ્દાક પાછળ આઈટી શેરોમાં ફંડોની આક્રમક ખરીદી : ઓરિઓનપ્રો, રેટગેઈન, માસ્ટેક, ક્વિક હિલ વધ્યા

નાસ્દાક શેર બજારમાં તોફાની તેજી સાથે એઆઈ ક્ષેત્રે ફુગ્ગો ફૂટવાના અહેવાલો વચ્ચે આજે ફંડો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ખરીદદાર રહ્યા હતા. મેક્લિઓડ રૂ.૪.૪૩ વધીને રૂ.૨૬.૬૨, ઓરિઓનપ્રો રૂ.૭૮.૨૫ વધીને રૂ.૮૫૩.૬૦, રેટગેઈન રૂ.૪૦.૩૦ વધીને રૂ.૮૨૩.૯૫, એએસએમ ટેકનો રૂ.૧૬૪.૧૫ વધીને રૂ.૩૬૧૬.૪૫, ક્વિક હિલ રૂ.૫.૫૦ વધીને રૂ.૧૭૪.૨૦, માસ્ટેક રૂ.૩૬.૧૦ વધીને રૂ.૧૬૧૩.૮૫, ડાટામેટિક્સ રૂ.૧૪ વધીને રૂ.૭૯૩ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૮૯.૭૪ પોઈન્ટ વધીને ૨૭૪૫૭.૬૪ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ખેલાડીઓ વ્યાપક સક્રિય લેવાલ : ૩૦૩૦ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલાડીઓ ફરી સક્રિય લેવાલ બનતાં  ઘણા શેરોના ભાવો ઉંચકાઈ આવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૨૭  સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૩૦૩૦ અને ઘટનારની સંખ્યા ૧૩૮૪  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૦૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૧૮૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૦૦.૦૫  કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૧૮૯.૨૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૮.૪૯ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૪૯ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક તેજીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮.૪૯  લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૪૯  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | ...

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness ...

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ…

ગુજરાત પોલીસનું 'ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ': 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers’ cry: Protest again…

1 year ago
‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

10 months ago
જમ્મુ-કાશ્મીર : પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ, એક જવાન શહિદ, બે ઘાયલ | Jammu Kashmir : La…

જમ્મુ-કાશ્મીર : પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ, એક જવાન શહિદ, બે ઘાયલ | Jammu Kashmir : La…

1 year ago
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News