gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in Business
0 0
0
સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધ્યાના સંમાચાર મળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ન્યુકલીયર વિષયક વાટાઘાટો જે સ્વીત્ઝર્લેન્ડમાં શરૂ થવાની હતી તે વાટાઘાટો મુલત્વી રહેતાં વિશ્વ બજારમાં ફરી અજંપો વધ્યો હતો. 

લેબેનોનમાં ફરી ઘર્ષણ વધ્યાના સમાચાર પણ આવ્યા હતા. દરમિયાન, હોર્મુઝ રુટપર એક દિવસમાં આશરે ૨૫ ઓઈલ ટેન્કરો પસાર થયાના સમાચાર પણ આવ્યા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૮.૭૯ ડોલર થયા પછી ભાવ ૭૯.૬૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૫.૯૧ થઈ ૭૬.૬૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા.  વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૨૪૨થી ૪૨૪૩ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૧૨૧ થઈ ૪૧૪૯થી ૪૧૫૦  ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૯૭૦૦  તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે  વધુ રૂ.૬૦૦૦ ગબડી રૂ.૨૩૭૦૦૦ બોલાયા હતા.

સોનાના ભાવ બે દિવસમાં રૂ.૫૫૦૦ તથા ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૧૩ હજાર તૂટી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૦૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૬૩.૨૯ થઈ ૬૪.૬૩થી ૬૪.૬૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૩૦૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ વધુ રૂ.૮૦૦૦ ગબડયા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર ભાવ આજે સોનાના ૯૯૫ના રૂ.૧૪૪૩૯૦ તથા ૯૯૯ના રૂ.૧૪૪૯૭૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૩૧૯૭૩ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ.૩૫૦૦ તૂટયા હતા તથા ભાવ ગબડી રૂ.૫૬૪૮૯ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૦૦ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૫૦ થઈ  ૧૬૬૯થી ૧૬૭૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૮૫ વાળા નીચામાં ભાવ ૧૨૫૧ થઈ ૧૨૫૯થી ૧૨૬૦ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા તૂટયા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં આ સપ્તાહમાં ક્રૂડતેલના ભાવમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો જોવા ંમળ્યો હતો. અમેરિકામાં હવે આગળ ઉપર વ્યાજના દરમાં વૃદ્ધી થવાની શક્યતા વધતાં ગોલ્ડમેન સેકે આ વર્ષના અંત માટેનો સોનાના ભાવનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીએ ઓંસદીઠ ૫૦૦ ડોલર ઘટાડયાના સમાચાર આજે મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…
Business

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

June 20, 2026
યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…
Business

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

June 20, 2026
RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…
Business

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

June 20, 2026
Next Post
ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg...

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In...

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI's strict measures are expected to slow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

3 weeks ago
બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

9 months ago
શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

4 months ago
બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News