Operation Sindoor: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે (10 મે) સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સીઝફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપતા કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ શરૂ છે. આવનારા સમયમાં તેને લઈને જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી
‘ઓપરેશન સિંદૂર’ યથાવત
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરેશન શરૂ રહોવાની જાણકારી આપતા લખ્યું કે, ભારતીય વાયુસેના (IAF)એ ઓપરેશન સિંદૂરમાં પોતાના નિર્ધારિત કાર્યોને સટીકતા અને વ્યવસાયિકતા સાથે સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. ઓપરેશન રાષ્ટ્રીય હેતુના અનુરૂપ સમજી-વિચારી અને વિવેકપૂર્ણ રીતે સંચાલિત કરવામાં આવ્યું છે. જોકે, ઓપરેશન હજુ શરૂ છે, તેથી આ યોગ્ય સમયે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.’
આ પણ વાંચોઃ મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
આ સાથે જ ભારતીય વાયુસેનાએ તમામ અટકળો તેમજ અનધિકૃત માહિતી શેર ન કરવાની અપીલ કરી હતી.