gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

G METRO NEWS by G METRO NEWS
September 24, 2026
in GUJARAT
0 0
0
અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૬

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: “આસ્થા તમારી, વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬ ધામધૂમપૂર્વક ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં માઈભક્તો અને પદયાત્રીઓ મા અંબાના દર્શનાર્થે અંબાજી તરફ આવી રહ્યા છે ત્યારે મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સ્વચ્છતા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્ર સાથે સમગ્ર મેળા વિસ્તારમાં ૨૪ કલાક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી  એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ અંબાજી, ગબ્બર અને આસપાસના સમગ્ર વિસ્તારને પાંચ ઝોનમાં વિભાજિત કરી શિફ્ટવાઈઝ અંદાજે ૨,૦૦૦ જેટલા સફાઈ મિત્રો સતત ફરજ બજાવી રહ્યા છે. સફાઈ કામગીરીનું સુચારુ સંચાલન અને સતત મોનિટરિંગ થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે, “અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી સ્વચ્છતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. સ્વચ્છતાની કામગીરી સુચારુ રીતે થાય તે માટે અંબાજી, ગબ્બર અને આસપાસના સમગ્ર વિસ્તારને પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ પાંચેય ઝોનમાં શિફ્ટવાઈઝ અંદાજે ૨,૦૦૦ જેટલા સફાઈ મિત્રો ૨૪ કલાક કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીના મોનિટરિંગ માટે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કામગીરી પર નજર રાખી રહ્યા છે.”

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રાનું વિશેષ મહત્વ હોવાથી અંબાજી તરફ આવતા વિવિધ પદયાત્રી માર્ગો પર પણ વિશેષ સફાઈ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી તેમજ પાલનપુરથી અંબાજી તરફના વિવિધ રૂટ પર ટ્રેક્ટર અને શ્રમિકોની ટીમ દ્વારા દિવસ-રાત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન આશરે ૮૦થી ૮૨ ટ્રેક્ટર સાથે પાંચ-પાંચ શ્રમિકો કાર્યરત રહે છે, જ્યારે રાત્રિના સમયે પણ આશરે ૪૦ ટ્રેક્ટર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. ઉપરાંત  સમગ્ર મેળા વિસ્તાર અને પદયાત્રી માર્ગો માટે અલગ-અલગ વ્યૂહરચના બનાવી ૨૪ કલાક સ્વચ્છતા કામગીરી અને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ વર્ષે પદયાત્રી માર્ગો પર પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે થોડા-થોડા અંતરે મોટી ડસ્ટબીન મૂકવામાં આવી છે. પદયાત્રીઓ આ ડસ્ટબીનનો ઉપયોગ કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કચરો રસ્તા પર ન પડે અને સમગ્ર યાત્રામાર્ગ તેમજ મેળા વિસ્તાર સ્વચ્છ અને સુઘડ જળવાઈ રહે.

મેળા દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ શિફ્ટમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર સહિતના સાધનોના માધ્યમથી એકત્રિત કચરાનો નિયમિત નિકાલ કરવામાં આવી રહ્યો છે. અંબાજી શહેર, ગબ્બર વિસ્તાર તેમજ અંબાજી તરફ આવતા વિવિધ પદયાત્રી માર્ગો પર સફાઈની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવતા સમગ્ર યાત્રામાર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ રીતે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સંદેશને સાકાર કરતાં વહીવટી તંત્ર અને સફાઈ મિત્રો દ્વારા ૨૪ કલાક કરવામાં આવી રહેલી કામગીરીથી ભક્તો માટે સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત યાત્રા વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

September 24, 2026
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

1 year ago
કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

5 months ago
પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr…

પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr…

1 year ago
પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News