MPs Salary-Pension-Daily Allowance Hike : દેશભરના સાંસદોની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-1954 હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે.’
સાંસદોના પગારમાં કેટલો વધારો થશે?