Bank Strike in March 2025: દેશભરની બૅન્કોમાં આજથી શરુ થનારી બે દિવસીય હડતાળ પાછી ખેંચાઈ છે. યુનાઈટડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સે (UFBU) 24-25 માર્ચની બૅન્ક હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પાંચ દિવસીય કામકાજના દિવસો સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સફળ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન (IBA), કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગ (DFS) અને કેન્દ્રીય શ્રમ કમિશ્નર(CLC)ના પ્રતિનિધિઓએ બૅન્ક કર્મચારીઓ સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠક ખાસ કરીને યુનિયનોની માંગણીઓને સંબોધવા માટે યોજવામાં આવી હતી.