Delegation briefing : કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરૂદ્ધમાં આતંકવાદને લઈને ભારતની સ્થિતિને વૈશ્વિક મંચ પર રાખવા માટે 7 સાંસદોને ડેલિગેશનમાં સામિલ કર્યા છે. જેઓ 32 દેશોની યાત્રા કરશે અને ભારતના ઓપરેશન સિંદૂર વિશે વિશ્વને માહિતગાર કરશે. આ ડેલિગેશનમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, ભૂતપૂર્વ મંત્રીઓ અને ભૂતપૂર્વ રાજદૂતોનો સમાવેશ થાય છે. જ્યારે ડેલિગેશનના વિદેશ જતા પહેલા વિદેશ સચિવ વિક્રમ મિસરી દ્વારા સાંસદોનું બ્રીફિંગ કરાશે.
બે તબક્કે થશે બ્રીફિંગ
મળતી માહિતી મુજબ, દેશના 7 ડેલિગેશન અલગ-અલગ દેશના પ્રવાસે જશે. આ પહેલા વિક્રમ મિસરીએ બે તબક્કે સાંસદોનું બ્રીફિંગ કરશે. જેમાં આગામી 20 મેના રોજ સંસદ ભવનમાં પહેલા તબક્કાનું બ્રીફિંગ કરાશે. આ દરમિયાન શ્રીકાંત શિંદે, કનિમોઝી અને સંજય ઝાના નેતૃત્વમાં ત્રણ અલગ-અલગ ડેલિગેશનનું બ્રીફિંગ કરશે. આ પછી ત્રણ ગ્રુપ 21 થી 23 મે વચ્ચે વિદેશનો પ્રવાસ કરશે.
જ્યારે બીજા તબક્કાનું બ્રીફિંગનું 23 મેના રોજ થશે. જેમાં સુપ્રિયા સુલે, બૈજયંત પાંડા, રવિશંકર પ્રસાદ અને શશિ થરૂરના નેતૃત્વમાં ચાર અલગ-અલગ ડેલિગેશનને વિક્રમ મિસરી બ્રીફિંગ કરશે. આ પછી તેઓ 23થી 25 મે વચ્ચે વિદેશ પ્રવાસ કરશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું ડેલિગેશન અમેરિકા, પનામા, ગુયાના, કોલંબિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે.
આ પણ વાંચો: સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન
સંસદીય કાર્ય મંત્રાલયે આ ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા 7 સાંસદોની યાદી બહાર પાડી હતી. આમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, જેડીયુના સંજય ઝા, ડીએમકેના કનિમોઈ, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે.