Supreme Court : ગયા વર્ષે હીટવેવને કારણે 700થી વધુના મોત થયા હોવાની માહિતી આપતી PILની નોંધ લઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં હીટવેવ મેનેજમેન્ટ પર એક્શન પ્લાન તૈયાર કરવા માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો કડક અમલ કરવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ ક્રાઈસ્ટની બેન્ચે ગૃહ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અન્યોને નોટિસ જારી કરી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
પર્યાવરણ કાર્યકર્તાની કરી અરજી
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એક કાર્યકર્તાની અરજી પર સુનાવણી કરી હતી. અરજદારે આગાહી, ગરમીની ચેતવણી, અગાઉની ચેતવણી સિસ્ટમ જારી કરવા તેમજ 24 કલાકમાં ફરિયાદ નિવારણ હેલ્પલાઈન જેવી સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. અરજદાર તરફથી હાજર વકીલ આકાશ વશિષ્ઠે કોર્ટમાં દલીલ કરી છે કે, ગત વર્ષે તીવ્ર ગરમીને કારણે 700થી વધુ લોકોના મૃત્યુ થયા. વારંવાર આગાહી કરાઈ રહી છે કે, આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર રહેશે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થશે.
આ પણ વાંચો : VIDEO : ચીને બનાવ્યું વિશાળકાય ડ્રોન કેરિયર, એક સેકન્ડમાં તીરની જેમ છોડ્યા સેંકડો નાના ડ્રોન
છેલ્લા કેટલાક વર્ષોથી લૂની સ્થિતિ વધી
વકીલે દલીલ કરી છે કે, પહેલા માત્ર ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સહિત ત્રણ પ્રદેશોમાં લૂ આવતા હતા. પરંતુ હવે તેનો દાયરો પૂર્વ કિનારા, પૂર્વ, ઉત્તરપૂર્વ, દ્વીપકલ્પ, દક્ષિણ અને દક્ષિણ-મધ્ય પ્રદેશોમાં પણ ફેલાયો છે. હવામાન વિભાગના એક અહેવાલમાં પણ આ વાત કહેવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા લૂના સંચાલન માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા હોવા છતાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી માર્ગદર્શિકા સંબંધીત યોજનાનો અમલ કર્યો નથી.
આ પણ વાંચો : 2200 કરોડનો મામલો… CBIએ ભ્રષ્ટાચાર મામલે સત્યપાલ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ