Congress Slams PM Modi: પહલગામ આતંકી હુમલા સહિત દેશમાં તાજેતરના વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની ધરપકડ ન થવા મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં અત્યારસુધી અમુક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા નથી. જેમાંથી એક છે કે, પાકિસ્તાન સાથે કઈ શરતો પર સીઝફાયર કરવામાં આવ્યું. પવન ખેડાએ વડાપ્રધાન મોદી પર પણ કટાક્ષ કર્યો હતો.
પવન ખેડાએ આજે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ કોઈ મજાકનો વિષય નથી.