gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં વિશ્વને રાહત થવા સાથે વૈશ્વિક બજારોમાં આજે ફરી તેજીનો સંચાર થયો હતો. ભારતીય શેર બજારોમાં આજે આરંભિક કલાકોમાં બે-તરફી સાંકડી વધઘટે એકંદર નિરાશા છવાયેલી રહ્યા બાદ છેલ્લી ઘડીમાં ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બનતાં તેજીનો ફૂંફાળો જોવાયો હતો. ફંડો, મહારથીઓએ આજે મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ હેલ્થકેર શેરોમાં ખરીદી કરી હતી.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ઉપરમાં ૮૧૮૧૬, નિફટી સ્પોટ ૨૪૮૯૨ની સપાટીને સ્પર્શયા

સેન્સેક્સ શેરોમા ખાસ ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટસમાં લેવાલી સાથે ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, એક્સિસ બેંક, કોટક બેંકમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ આરંભમાં નીચામાં ૮૧૧૦૬.૯૮ સુધી આવ્યા બાદ ઉપરમાં ૮૧૮૧૬.૮૯ સુધી જઈ અંતે ૩૨૦.૭૦ પોઈન્ટ વધીને ૮૧૬૩૩.૦૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૬૭૭.૩૦ સુધી આવી ઉપરમાં ૨૪૮૯૨.૬૦ સુધી જઈ અંતે ૮૧.૧૫ પોઈન્ટ વધીને ૨૪૮૩૩.૬૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં આકર્ષણ : મધરસન બોનસ આકર્ષણે વધ્યો, ટીઆઈ ઈન્ડિયા, આઈશર, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. સમવર્ધન મધરસન ઈન્ટરનેશનલમાં કંપનીએ બે શેર દીઠ એક શેર બોનસ અને શેર દીઠ ૩૫ પૈસા ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૩.૪૦ વધીને રૂ.૧૫૨.૧૫ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૧.૭૫ વધીને રૂ.૩૦૫૫.૮૫, આઈશર મોટર્સ રૂ.૪૯.૨૦ વધીને રૂ.૫૩૭૬.૬૫, ટાટા મોટર્સ રૂ.૬.૫૦ વધીને રૂ.૭૨૪.૪૫, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૨૪૦.૬૫, ભારત ફોર્જ રૂ.૭.૫૦ વધીને રૂ.૧૨૫૬.૫૦, મારૂતી સુઝુકી રૂ.૫૬.૨૫ વધીને રૂ.૧૨,૩૮૫.૯૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૨૪૦.૬૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી છતાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નબળી : ૧૯૩૩ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ રહ્યા છતાં ઉછાળે ઘણા શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૩૩  અને ઘટનારની સંખ્યા ૨૦૫૬   રહી હતી.

જેફ્રીના બાય રેટિંગે જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૩ વધ્યો : જિન્દાલ સ્ટીલમાં મજબૂતી : હિન્દાલ્કો ડાઉનગ્રેડે ઘટયો

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ માટે જેફ્રી દ્વારા ખરીદીનું રેટિંગ આપીને શેર માટે  રૂ.૮૦૦નો ટાર્ગેટ આપતાં શેરમાં લેવાલીએ રૂ.૨૨.૯૦ વધીને રૂ.૬૬૯.૨૫ની ચાર મહિનાની ઊંચાઈએ, જિન્દાલ સ્ટીલ રૂ.૨૬.૯૫ વધીને રૂ.૯૭૧.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૨૫ વધીને રૂ.૪૬૪.૭૦, એનએમડીસી રૂ.૧.૪૩ વધીને રૂ.૭૨.૨૮, ટાટા સ્ટીલ રૂ.૨.૦૫ વધીને રૂ.૧૬૩.૧૦, વેદાન્તા રૂ.૫.૧૫ વધીને રૂ.૪૫૧.૮૦, સેઈલ રૂ.૧.૧૫ વધીને રૂ.૧૨૯.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૦૦૬.૦૫ રહ્યા હતા. જેફ્રીએ હિન્દાલ્કોને ખરીદથી ડાઉનગ્રેડ હોલ્ડ રેટિંગ આપીને શેરનો ભાવ ટાર્ગેટ રૂ.૮૦૦થી ઘટાડીને રૂ.૬૯૦ મૂકતાં શેર નેગેટીવ રૂ.૬૫૦ રહ્યો હતો.

આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી : બ્લેક બોક્સ રૂ.૩૧ ઉછળી રૂ.૫૦૪ : ઈન્ટેલેક્ટ, ઈન્ફોસીસ, માસ્ટેક વધ્યા

ટ્રમ્પને વિશ્વ પર આકરાં ટેરિફ મામલે ફેડરલ કોર્ટની લપડાકે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બ્લેકબોક્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૭.૮ ટકા વધીને રૂ.૬૦.૪૭ કરોડ થતાં શેર  રૂ.૩૦.૮૫ વધીને રૂ.૫૦૪.૪૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૪૯.૯૦ વધીને રૂ.૧૧૪૭.૬૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૪૧.૪૫, માસ્ટેક રૂ.૬૫.૩૦ વધીને રૂ.૨૩૧૧.૧૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૭૪૨.૧૦, ઓરિએન્ટ ટેકનો રૂ.૯.૨૦ વધીને રૂ.૩૩૬.૮૫, કોફોર્જ રૂ.૧૫૬.૦૫ વધીને રૂ.૮૬૨૩.૧૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૫.૬૫ વધીને રૂ.૮૫૦.૨૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૩.૫૦ વધીને રૂ.૭૭૧.૩૫, ઈન્ફોસીસ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૧૫૮૫.૪૦, એમ્ફેસીસ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૨૫૬૫.૯૫ રહ્યા હતા.

ઈન્ડસઈન્ડ બેંક સેબીના પગલાં છતાં રૂ.૧૯ વધીને રૂ.૮૨૪ : એક્સિસ બેંક, અરમાન ફિન, પેટીએમ વધ્યા

બેંકિંગ શેરોમાં આજે સિલેક્ટિવ મજબૂતી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ એમડી, સીઈઓ સહિત સામે સેબીના પગલાં છતાં આજે શેર રૂ.૧૯.૪૦ વધીને રૂ.૮૨૪.૧૫ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૭.૬૫ વધીને રૂ.૧૨૦૧.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૦૮૪.૩૦, એચડીએફસી બેંક રૂ.૫.૧૦ વધીને રૂ.૧૯૨૮.૯૦ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં અરમાન ફિન રૂ.૯૮.૦૫ વધીને રૂ.૧૬૨૩.૭૦, નીવા બુપા રૂ.૪.૪૧ વધીને રૂ.૯૨.૩૬, આરબીએલ બેંક રૂ.૮.૦૫ વધીને રૂ.૨૧૫.૮૦, પેટીએમ રૂ.૨૬.૦૫ વધીને રૂ.૮૭૭.૪૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૮૦૯.૮૫, પોલીસી બઝાર રૂ.૪૪.૫૫ વધીને રૂ.૧૭૮૭.૭૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ : સ્ટ્રાઈડ્સ ફાર્મા, સન ફાર્મા રિસર્ચ, સિક્વેન્ટ, ગ્લેન્ડ, ઈન્ડોકો વધ્યા

હેલ્થકેર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. સ્ટ્રાઈડ્સ ફાર્માનો ત્રિમાસિક નફો પાંચ ગણો વધીને રૂ.૧૧૩ કરોડ થતાં શેર રૂ.૬૯ વધીને રૂ.૭૮૧.૮૦, સન ફાર્મા એડવાન્સ રિસર્ચ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૮૦.૭૫, સિક્વેન્ટ રૂ.૮.૫૦ વધીને રૂ.૧૯૪.૫૦, માર્કસન્સ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૬૦.૩૫, ઈન્ડોકો રૂ.૯.૪૦ વધીને રૂ.૨૫૪.૪૦, ગ્લેન્ડ રૂ.૫૫.૮૦ વધીને રૂ.૧૫૮૦.૭૫, નાટકો ફાર્મા રૂ.૩૦.૯૦ વધીને રૂ.૮૯૩.૩૫, આરતી ફાર્મા રૂ.૩૦.૨૫ વધીને રૂ.૯૦૨.૯૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૪૭ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ છેલ્લી ઘડીમાં તેજી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીના શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૪૭ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

'દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે...', ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ...

રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t…

રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t...

એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું? | UP nahal villa…

એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું? | UP nahal villa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો દર્શન માટે ઊમટયાં | Half a lakh devotees flocked to…

પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો દર્શન માટે ઊમટયાં | Half a lakh devotees flocked to…

3 months ago
બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…

બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…

3 months ago
PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

2 months ago
સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on …

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News