નવી દિલ્હી,૩૦ મે,૨૦૨૫,શુક્રવાર
સરકાર દ્વારા આર્થિક વિકાસના જીડીપીના આંકડા બહાર પાડવામાં આવ્યા છે જેમાં ભારતનો આર્થિક વિકાસ દર ૪ વર્ષમાં નિચેલા સ્તરે પહોંચી ગયો છે. જો કે આશ્વાસનની વાત તો એ છે કે ચોથા કવાટરમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫માં જીડીપીનો ગ્રોથ ૭.૪ ટકા રહયો છે. સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫માં દેશનો જીડીપીનો ગ્રોથ રેટ ૬.૫ ટકા રહી હતી. ગત વર્ષ જીડીપીનો આંક ૯.૨ ટકા હતો.
આરબીઆઇ અને સરકાર દ્વારા ૬.૫ જીડીપી ગ્રોથનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ૨૦૨૧-૨૨માં ૮.૭ ટકા જીડીપી ગ્રોથ, ૨૦૨૨-૨૩ ૭.૨ ટકા જીડીપી ગ્રોથ,૨૦૨૩-૨૪માં ૯.૨ ટકા જે કોવિડ પછી સૌથી તેજ વિકાસ દર હતો. આર્થિક મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર અર્થ વ્યવસ્થાની રફતાર કૃષિ અને સેવા ક્ષેત્રનું બહેતર પ્રદર્શન અને નિકાસ તથા ઘરેલું ખપતમાં વૃધ્ધિના કારણે શકય બન્યું છે. વૈશ્વિક આર્થિક પડકારો છતાં ભારતે વિકાસ કરતી વધતી જતી અર્થ વ્યવસ્થાનું સ્તર જાળવી રાખ્યું છે.