Mallikarjun Kharge Questions: ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં એ દાવાને ફગાવ્યો હતો કે જેમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાની વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ દાવો તદ્દન ખોટો છે.
મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સીડીએસ ચૌહાણ દ્વારા સિંગાપુરમાં આપવામાં આવેલા ઈન્ટરવ્યૂથી કેટલાક મહત્ત્વના સવાલ ઉભા થઈ રહ્યા છે, જેને પૂછવા જરૂરી છે. આ સવાલ ત્યારે જ પૂછી શકાય છે, જ્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.