gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫ ટકાની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪ ટકાની વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની શેરોમાં ખરીદી વધી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે. અલબત સપ્તાહના છેલ્લા દિવસોમાં શેરોમાં થયેલા પ્રોફિટ બુકિંગ અને ફંડો પોર્ટફોલિયો ફેરબદલ કરતાં હોય એમ કેટલાક શેરોમાં સેલિંગ કરીને સામે નવા શેરોમાં થઈ રહેલી ખરીદી તેજી સૂચક છે. વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છાશવારે ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સજીૅ રહ્યા છે. ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે પલટી મારી જવી અને છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦ ટકા ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ બજારની ચાલ ઈન્ડેક્સ બેઝડ અથડાતી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૧૧૧થી ૨૪૩૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૮૨૬૬૬થી ૮૦૦૬૬ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.

અર્જુનની આંખે : NARMADA GELATINES  LTD.

માત્ર બીએસઈ(૫૨૬૭૩૯) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૭૫ ટકા પ્રમોટર્સ પાયોનીયર એશીયા ગુ્રપના હોલ્ડિંગની, કુલ ઈક્વિટીમાં ૪૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, વર્ષ ૧૯૬૧માં સ્થાપીત, ISO 9001:2008 BVQI, ISO 22000:2005 DNV, EDQM, HALAL-JAMAIT-E-ULAMA, KOSHER Certified, lbo’t SjuxeLm rjrbxuz(NARMADA GELATINES LTD.) (અગાઉ વોલેસ જીલેટીન્સ લિ. તરીકે ઓળખાતી)મધ્ય પ્રદેશ સ્થિત અને આવશ્યક કાચામાલ ક્રશ્ડ બોન્સ, એસીડ, લાઈમ અને સારી ગુણવતાના પાણીની ઉપલબ્ધિ માટે અનૂકૂળતા ધરાવતી, કંપનીભારતમાં ઓસ્સેઈન અને જીલેટીનની પ્રમુખ મેન્યુફેકચરર છે. કંપની ભારતના જીલેટીન ઉદ્યોગમાં વિશ્વવ્યાપી વિવિધ ઉપયોગ કરનારાઓના માપદંડોને અનુસરી મેન્યુફેકચરીંગ કરે છે. કંપનીની આર એન્ડ ડી સવલત પણ સરકાર માન્ય છે. દેશના મેટ્રો અને મહાનગરોમાં સ્ટોક પોઈન્ટસ અને વેરહાઉસો સાથે પ્રોફેશનલ માર્કેટીંગ વ્યવસ્થા સાથે કંપની બેકવર્ડ ઈન્ટીગ્રેટેડ એખમો સાથે દેશભરમાં ખરીદીની વ્યવસ્થા ધરાવે છે.

એવોર્ડ : વર્ષ ૧૯૭૫માં કેપેક્સિલ દ્વારા ઓસ્સેઈન નિકાસ એવોર્ડ. વર્ષ ૧૯૯૨માં ભારત સરકાર દ્વારા ઈમ્પોર્ટ સબસ્ટીટયુટ નેશનલ એવોર્ડ. વર્ષ ૧૯૯૪માં મધ્ય પ્રદેશ ઈન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઈઝેશન પાસેથી નિકાસ પર્ફોર્મન્સ એવોર્ડ. ૧૯૯૫માં કેપેક્સિલ દ્વારા સૌથી વધુ જીલેટીન નિકાસનો એવોર્ડ. વર્ષ ૧૯૯૮માં પર્યાવરણમાં અસાધારણ યોગદાન માટે કર્મચારીને નેશનલ એવોર્ડ. વર્ષ ૨૦૦૧માં જીલેટીન નિકાસ માટે કેપેક્સિલ એવોર્ડ. વર્ષ ૨૦૦૪માં જીલેટીન નિકાસ માટે કેપેક્સિલ એવોર્ડ સહિતનો સમાવેશ છે. જીલેટીન એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની વિશાળ શ્રેણી સાથેના સૌથી બહુમુખી જૈવિક ઉત્પાદનોમાંનું એક છે. જે માનવ પોષણ માટે જરૂરી વિવિધ આવશ્યક એમિનો એસિડથી બનેલું કુદરતી પ્રાણી પ્રોટીન છે. જીલેટીન મુખ્યત્વે પ્રાણીઓના કનેક્ટિવ નસોમાં જોવા મળતા પ્રોટીન કોલેજનના પસંદગીયુક્ત હાઈડ્રોલિસિસ અને નિષ્કર્ષણમાંથી મેળવવામાં આવે છે. કોલેજન એ પ્રાણીઓના હાડકાંનો મુખ્ય કાર્બનિક ઘટક છે. પાણીના દ્રાવ્ય જીલેટીનની રચનાને કોલેજનના હાઈડ્રોજન અને  હાઈડ્રોલિસિસ તરીકે ગણી શકાય. જીલેટીનનો સીધો ઉપયોગ ફાર્માસ્યુટિકલ, ખાદ્ય, ઈન્ડસ્ટ્રીયલ અને ફોટોગ્રાફિક અને અન્ય ટેકનીકલ ઉદ્યોગોમાં થાય છે.

ફાર્માસ્યુટિકલ : જીલેટીન તબીબી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વર્ચ્યુઅલ રીતે અનિવાર્ય છે અને ખાસ કરીને હાર્ડ કેપ્સ્યુલ્સમાં વ્યાપક ઉપયોગ માટે પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી કેપ્સ્યુલ્સ, માઈક્રો કેપ્સ્યુલ્સ, ગોળીઓ અને અન્ય કોટિંગ એપ્લિકેશન્સ માટે થાય છે.

ખાદ્ય-એડીબલ : વિશ્વભરમાં ખાદ્ય વાનગીઓમાં જીલેટીનનો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ થાય છે. જે ઉત્તમ ગુણધર્મોનો અનોખો અને અજોડ સમૂહ પ્રદાન કરે છે. જીલેટીન એ ખૂબ જ સરળતાથી પચી શકાય તેવું પ્રોટીન છે. જીલેટીન એ શુદ્વ અને કુદરતી પ્રોટીન છે, જેમાં માનવ પોષણ માટે જરૂરી મોટાભાગના એમિનો એસિડ હોય છે. પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે જીલેટીન્સનો અન્ય ખોરાકમાં ઉમેરવામાં આવે છે.

ઈન્ડસ્ટ્રીયલ : ઘણા કોટેડ અને બોન્ડેડ એબ્રેસિવ્ઝ ઈન્ડસ્ટ્રીયલ ગ્રાઈન્ડિંગ સહિતના મેન્યુફેકચર જીલેટીન્સનો ઉપયોગ ખાસ સિલિકોન કાર્બાઈડ અને એલ્યુમીનિયમ ઓક્સાઈડ ગ્રેઈન્સના ઉચ્ચ બોન્ડિંગ માટે કરે છે. જેનો અન્ય ઉપયોગ એસ્ટ્રા હાર્ડ પ્રિન્ટર રોલર્સ, કોર્ક કોમ્પોઝિશન્સ અને વોટર ડિસ્પર્સિબલ પેસ્ટિસાઈડ્સના મેન્યુફેકચરીંગમાં પણ થાય છે. આ ઉપરાંત ડિફેન્સ ઉપયોગ માટે બોલ પાવડર બનાવવા પ્રોટીન કોલોઈડ્સનું પણ ઉત્પાદન કરે છે.

ફોટોગ્રાફિક : જીલેટીન વિના ફોટોગ્રાફી જે આજે લાખો લોકોનો શોખ બની છે એ બની શકી ન હોત.જીલેટીન બોન્ડિંગ એજન્ટથી પણ વધુ લાઈટ-સેન્સિટીવ સિલ્વર સોલ્ટ્સ માટે છે, જેની સાથે એ ફોટોગ્રાફિકલી એક્ટિવ ઈમ્લશન્સ ફોર્મ કરે છે. જે ફોટોગ્રાફી માટે જીલેટીનના ઉપયોગમાં મહત્વનું પરિબળ છે.

પ્રમોટર્સ અને પ્રમોટર હોલ્ડિંગમાં ફેરફાર : ૯, જૂન ૨૦૨૩ના આલ્ફામોન્ટ (મોરિશીયસ) લિમિટેડ, કંપનીના પ્રમોટરના પાયોનીયર જેલાઈસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને અશોક મેચીસ એન્ડ ટીમ્બર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે સંપૂર્ણ હોલ્ડિંગ ૪૫,૩૭,૧૮૯ ઈક્વિટી શેરોના વેચાણ માટેના શેર પરચેઝ એગ્રીમેન્ટ થયા હતા. જે  રૂ.૧૦૩.૯૦ કરોડ મૂલ્યના ૭૫ ટકા હોલ્ડિંગની શેર દીઠ રૂ.૨૩૦ ભાવે વર્ષ ૨૦૨૩માં ખરીદી કરાઈ હતી. જે મુજબ પીજેઆઈપીએલ ૨૪,૯૫,૪૫૪ ઈક્વિટી શેરો અને એએમટીઆઈપીએલ ૨૦,૪૧,૭૩૫ શેરો હસ્તગત કરશે. ટ્રાન્સફર બાદ કંપની આલ્ફામોન્ટ (મોરિશીયસ) લિમિટેડની સબસીડિયરી રહી નથી. ૧૪, જુલાઈ ૨૦૨૪ના કંપની પાયોનીયર એશીયા ગુ્રપનો ભાગ બની છે.

ઓપન ઓફર : ૧૮, ઓગસ્ટ ૨૦૨૩ના પાયોનીયર જેલાઈસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, અશોક મેચીસ અને ટીમ્બર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ. દ્વારા નર્મદા જીલેટીન્સ લિમિટેડના પબ્લિક શેરધારકોને શેર દીઠ રૂ.૩૦૩ ભાવે રૂ.૪૫,૮૨,૫૬,૫૯૪ રકમમાં ૧૫,૧૨,૩૯૮ શેરો હસ્તગત કરવા ઓપન ઓફર કરાઈ હતી.

બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૧૪માં ૧:૨ શેર થકી કુલ ઈક્વિટીમાં ૪૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

શેરહોલ્ડિંગ પેટર્ન : ૭૫ ટકા પાયોનીયર એશીયા ગુ્રપ, ૧૯ ટકા રિટેલ ઈન્વેસ્ટરો, ૬ ટકા એચએનઆઈ અને કોર્પોરેટ બોડીઝ પાસે છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૪૦, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૮૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૦૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૩૪

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૧૮૯ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૫૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮.૦૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૯.૭૯ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૦૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૩૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૦.૬૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૪ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨) પાયોનીયર એશીયા ગુ્રપના ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ૪૩ ટકા બોનસ શેર ઈક્વિટી ધરાવતી, નર્મદા જીલેટીન્સ લિમિટેડ, અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૪ અને અપેક્ષિત બુક  વેલ્યુ રૂ.૨૩૪ સામે શેર  માત્ર બીએસઈ પર રૂ.૩૭૦ ભાવે ૧૦.૮૫ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea...

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron...

બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો | A 210 cm long hairball emerged from the baby girl’s…

બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો | A 210 cm long hairball emerged from the baby girl's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

2 months ago
અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

3 months ago
ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee’s worst performance against Asian c…

ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee’s worst performance against Asian c…

3 weeks ago
સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News