gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in INDIA
0 0
0
BIG NEWS: ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઈનલ! | India Russia De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S-400 India-Russia Defense Deal : ભારત-રશિયા વચ્ચે એક મહત્ત્વની સંરક્ષણ ડીલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારત સરહદને વધુ મજબૂત કરવા માટે રશિયા પાસેથી વધુ પાંચ નવા S-400 એર ડિફેન્સ ખરીદવાની તૈયારીમાં છે. જો ડીલ પર મહોર વાગી જશે તો ભારતના કાફલામાં કુલ 10 S-400 એર ડિફેન્સ સિસ્ટમ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માટે ઝડપી પ્રયાસો શરૂ કરી દીધા છે.

DAC સંરક્ષણ સોદાઓને અપાઈ હતી મંજૂરી

આ પહેલા ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 12 ફેબ્રુઆરીએ અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ભારત રશિયા પાસેથી રૂ.10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઇલો ખરીદવા પર મહોર મારવામાં આવી હતી. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે.

India to buy 5 new squadrons of S-400 Sudarshan air defence system from Russia

Read @ANI Story | https://t.co/mo46SHnvn0#IAF #S400 #SudarshanAirDefenceSystem #Russia pic.twitter.com/DlZN29cyCi

— ANI Digital (@ani_digital) March 2, 2026

ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાની વિમાનો અને તેમના સૈન્ય મથકો પર જે રીતે સચોટ પ્રહાર કર્યા હતા, તેનાથી ભારતીય સેનાના આત્મવિશ્વાસમાં મોટો વધારો થયો છે. એ સમયે આ સિસ્ટમે સરહદ પાર 314 કિમી સુધી ઊંડે જઈને હુમલો કરી પાકિસ્તાનને પોતાનું એરબેઝ ખસેડવા મજબૂર કરી દીધું હતું. આ ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે S-400ના વધુ 5 સ્ક્વોડ્રન અને રશિયા પાસેથી ‘પેન્ટસર'(Pantsir) શોર્ટ રેન્જ સિસ્ટમ ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જો આ સોદો સફળ થશે, તો ભવિષ્યમાં ભારત પાસે S-400ના કુલ 10 સ્ક્વોડ્રન હશે, જે કોઈપણ ડ્રોન કે મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવીને દેશની સુરક્ષાને અભેદ્ય બનાવશે.

ભારતે S-400નો ઉપયોગ કર્યા બાદ રશિયા પણ દંગ

S-400 સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, 2024માં યુક્રેને રશિયાનું A-50 જાસૂસી વિમાન 200 કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2022માં રશિયાએ યુક્રેનનું SU-27 150 કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો 300 કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો. અત્યાર સુધીમાં ભારત પાસે રશિયાએ બનાવેલી પાંચ S-400 સિસ્ટમ છે, જેમાંથી ત્રણ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ પર તૈનાત છે.

આ પણ વાંચો : ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત

S-400ની અન્ય ખાસિયત

  • આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે.
  • આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ 400 કિમીની રેન્જ ધરાવે છે.
  • મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો 250 કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે.
  • ત્રણેય મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે.
  • આ મિસાઇલ 40 કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
  • આ સિસ્ટમમાં ઍડ્વાન્સ રડાર સિસ્ટમ છે. 92N6E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને 96L6 ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી 360 ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે.
  • આ સિસ્ટમ 600 કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
  • આ સિસ્ટમ એક સમયે 300 ટાર્ગેટને શોધી કાઢે છે અને 36 ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
  • આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે.
  • ઈલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
  • આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
  • આ સિસ્ટમ જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે.
  • સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત 35 સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.

S-400નો પ્રથમવાર 2001માં ઉપયોગ કરાયો

રશિયા દ્વારા S-400ને 1980ના દાયકામાં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ 1999માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને 2001માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને 2007માં એનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ સિસ્ટમ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 

આ પણ વાંચો : ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ…

March 2, 2026
‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…
INDIA

‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…

March 2, 2026
13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News…
INDIA

13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News…

March 2, 2026
Next Post
પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી 'એકતા હોળી' | Hindu Muslim celeb...

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

'તને કેનાલમાં નાખી દઈશ', GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

5 months ago
ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

3 months ago
‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

3 months ago
અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News