
CWC 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ભારતીય મહિલા ટીમ મંગળવારે (4 નવેમ્બર) દિલ્હી પહોંચી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી.
દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયન્સનું જોરદાર સ્વાગત
દિલ્હીની હોટલમાં પહોંચતા જ વર્લ્ડ વિજેતા મહિલા ટીમનું ઢોલ નગારા સાથે શાનદાર સ્વાગત થયું. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ અને મુખ્ય કોચ અમોલ મજૂમદારે કેક કાપી અને જીતની ઉજવણી કરી.










