gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Notice to ED Director: સુપ્રીમ કોર્ટમાં 4 મે 2026ના રોજ એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત કોર્ટની રજિસ્ટ્રીની કામગીરી પર અત્યંત નારાજ થઈ ગયા. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની સુનાવણી દરમિયાન CJIએ રજિસ્ટ્રીની ઝાટકણી કાઢતા આકરી ટિપ્પણી કરી હતી.

રજિસ્ટ્રીની કામગીરી અત્યંત ખરાબ

આ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કોર્ટ રૂમમાં કડક શબ્દોમાં કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહી છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પોતાને ભારતના સુપર ચીફ જસ્ટિસ સમજે છે.’ તેમની આ ટિપ્પણીએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

EDને નોટિસ કેમ ન મોકલાઈ?

CJIની નારાજગીનું મુખ્ય કારણ કોર્ટના અગાઉના આદેશનું પાલન ન થવું તે હતું. તેમણે રજિસ્ટ્રીને પ્રશ્ન કર્યો કે, “ED ડાયરેક્ટરને નોટિસ કેમ જારી કરવામાં આવી નથી?”. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, રજિસ્ટ્રીના અધિકારીઓએ એવો અર્થ કેવી રીતે કાઢ્યો કે બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય પક્ષકારોને નોટિસ જારી કરી નથી. તેમણે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે કે માર્ચ 2026ના આદેશનું પાલન કેમ ન થયું.

આ પણ વાંચો : ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

શું છે સમગ્ર મામલો?

CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ આયુષી મિત્તલ ઉર્ફે આયુષી અગ્રવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આયુષી પર 37,000 કરોડ રૂપિયાથી વધુના કથિત રોકાણ કૌભાંડમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આયુષી મિત્તલ, તેના પતિ અને તેમની કંપની પર મોટા પાયે રોકાણ કૌભાંડ આચરવાનો આરોપ છે. બચાવ પક્ષે દાવો કર્યો છે કે, ફંડનો મોટો હિસ્સો રોકાણકારોને પરત કરી દેવાયો છે, જોકે કરોડો રૂપિયા હજુ બેંક ખાતામાં છે જે ED દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. અગાઉ 23 માર્ચે કોર્ટે રાજસ્થાન સરકારની મૌખિક વિનંતી સ્વીકારીને EDને આ કેસમાં પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી.

સંપત્તિની વિગતો વિના જામીન નહીં

બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અરજદાર અને તેના પરિવારની તમામ ચલ-અચલ મિલકતોની સંપૂર્ણ વિગતો આપવામાં નહીં આવે, ત્યાં સુધી કોર્ટ જામીન અરજીના ગુણ-દોષ (Merits) પર વિચાર કરશે નહીં. અદાલતે આ ઉપરાંત સોગંદનામું માંગ્યું છે જેમાં અરજદાર, તેના પતિ, બાળકો અને માતા-પિતાની સંપત્તિ. ભાઈ-બહેન અને સાસુ-સસરાની માલિકીની અચલ સંપત્તિની વિગતો. કંપનીના ડિરેક્ટરો, મેનેજરો અને મુખ્ય કર્મચારીઓની સંપત્તિની વિગતનો ઉલ્લેખ કરવા જણાવાયું છે. 

રજિસ્ટ્રાર જ્યુડિશિયલને તપાસ સોંપાઈ

કોર્ટે રજિસ્ટ્રીની વહીવટી ક્ષતિઓની તપાસ કરવાની જવાબદારી રજિસ્ટ્રાર જ્યુડિશિયલને સોંપી છે. અદાલતે જાણવા માંગ્યું છે કે કોર્ટના અગાઉના નિર્દેશોની અવગણના શા માટે કરવામાં આવી. આ કેસની આગામી સુનાવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા 'કિંગ': હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય...

1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો ‘માસ્ટર માઈન્ડ’ | 199…

1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો 'માસ્ટર માઈન્ડ' | 199...

બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું ‘પિતૃઋણ’ અદા! શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો …

બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું 'પિતૃઋણ' અદા! શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજા તાલુકાના બેલા ગામે રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Bela village of Tal…

તળાજા તાલુકાના બેલા ગામે રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Bela village of Tal…

9 months ago
VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

3 months ago
ઉમરેઠના અહિયા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between two families over trivial ma…

ઉમરેઠના અહિયા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between two families over trivial ma…

8 months ago
નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News