gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in Business
0 0
0
GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવરાત્રિ દરમિયાન અનેક ચીજવસ્તુઓનું વિક્રમી વેચાણ

અમદાવાદ : રોજિંદા વપરાશની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ અને રિટેલર્સે આ વર્ષે નવરાત્રિ દરમિયાન અકલ્પનીય એવું મજબૂત વેચાણ જોયું છે, જેણે એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તોડયો છે. જીએસટીમાં ઘટાડા અને કંપનીઓની તહેવારોની ઓફરોના કારણે ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ટ્રેન્ડને જોતાં દિવાળી દરમિયાન પણ વેચાણમાં વધારો થવાની ધારણા છે. નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે જીએસટી ઘટાડાથી આશરે ૪૦૦ વસ્તુઓ પર કરમાં ઘટાડો થયો છે.

અહેવાલો અનુસાર, વિવિધ બ્રાન્ડ્સના વેચાણમાં ૨૫% થી ૧૦૦% સુધીનો વધારો થયો છે. જે કંપનીઓ અને રિટેલર્સ માટે મોટી રાહત છે. છેલ્લા ૫-૬ વર્ષથી બજારમાં માંગ ખૂબ ઓછી હતી. કંપનીઓએ જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો છે, જેમાં ઘણી કંપનીઓ તહેવારોને અનુલક્ષી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ અહેવાલ આપ્યો છે કે ગયા વર્ષ કરતાં નવરાત્રીમાં તેનું વેચાણ બમણું થયું છે. આ ઓછામાં ઓછા દસ વર્ષમાં તેનું શ્રેષ્ઠ વેચાણ હતું. કંપનીને બુધવારે રાત સુધીમાં નવરાત્રી દરમિયાન ૭૦૦,૫૩૦ પૂછપરછ મળી હતી. તેવી જ રીતે, મહિન્દ્રા અને મહિન્દ્રા, હ્યુન્ડાઇ અને અન્ય કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.

ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પણ સારા સમાચાર છે. ઉદ્યોગના આંતરિક સૂત્રોએ અહેવાલ આપ્યો છે આ ક્ષેત્રની તમામ આગેવાન કંપનીઓએ ગયા વર્ષની સરખામણીમાં આ નવરાત્રીમાં મજબૂત વેચાણ નોંધાવ્યું હતું, જેમાં બે આંકડાની વૃદ્ધિ થઈ હતી. હેયર ના વેચાણમાં ૮૫% નો વધારો થયો હતો. કંપનીએ લગભગ રૂ. ૨.૫ લાખથી વધુ કિંમતના ૮૫-ઇંચ અને ૧૦૦-ઇંચના મોટા ટેલિવિઝનનો આખો દિવાળી સ્ટોક વેચી દીધો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે નાની કાર, એસયુવી અને મલ્ટી-પર્પઝ વ્હીકલ સહિત તમામ શ્રેણીઓમાં વેચાણ વધ્યું છે. આ તહેવારોની સિઝનમાં કંપનીની નાની કાર માટે બુકિંગમાં ૫૦%નો વધારો થયો છે. ભારતના આગેવાન રિટેલરો, દેશના મોટા શહેરોના મોલ અને સુપર માર્કેટોના વેચાણમાં પાછલી નવરાત્રિની તુલનામાં આ વખતે ૨૦ થી ૨૫%નો વધારો થયો છે. મોટી સ્ક્રીનવાળા ટીવી, સ્માર્ટફોન બ્રાન્ડેડ રેડીમેડ કપડા અને ફેશન એસેસરીઝના વેચાણમાં અકલ્પનીય વધારો થયો છે. 

તહેવારોની સિઝનનો પહેલો ભાગ ઓણમથી શરૂ થાય છે, ત્યારબાદ નવરાત્રિ અને દુર્ગા પૂજા આવે છે અને દશેરા સાથે સમાપ્ત થાય છે. તહેવારોની મોસમનો બીજો ભાગ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ધનતેરસ અને દિવાળીથી શરૂ થાય છે અને નવા વર્ષ સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન પણ મજબૂત વેચાણની અપેક્ષા છે. દિવાળી અને ત્યાર બાદ લગ્નની મોસમ પછી પણ આ વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે.

ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓના જણાવ્યા મુજબ આ નવરાત્રિમાં તેમના શોરૂમોમાં ગ્રાહકોની સંખ્યા બમણી થઈ ગઈ છે, ખાસ કરીને બાઇકની અને ઈલેકટ્રીક સ્કુટરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  

જીએસટી દરમાં ઘટાડાને કારણે કિંમતો ઓછી થવાને કારણે ટીવી, એસી રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને ડીશવોશરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…
Business

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

May 15, 2026
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…
Business

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…

May 15, 2026
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …
Business

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

May 15, 2026
Next Post
એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On…

એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On...

આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red…

આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red...

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકાથી ક્રુડની આયાતમાં નોંધાયેલો તીવ્ર ઘટાડો

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકાથી ક્રુડની આયાતમાં નોંધાયેલો તીવ્ર ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces…

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces…

5 months ago
સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે | Public fairs will be opened in Surendr…

સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે | Public fairs will be opened in Surendr…

9 months ago
દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

9 months ago
સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News