gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in Business
0 0
0
RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Gold Reserve Value: ભારતીય રિઝર્વ બૅંક (RBI)ના સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2 અબજ ડૉલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, 29મી મે, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2.19 અબજ ડૉલરનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. ગોલ્ડ રિઝર્વના વેલ્યૂમાં થયેલા આ મોટા ઘટાડાને પગલે બજારમાં એવી અટકળો શરૂ થઈ હતી કે મધ્યસ્થ બૅંકે સોનું વેચ્યું હશે, પરંતુ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તમામ અટકળોને નકારી કાઢી છે.

સોનું વેચ્યું નથી, ભંડારમાં ઉલટો વધારો થયો છે: ગવર્નર

અહેવાલો અનુસાર, શુક્રવારે (પાંચમી જૂન) નાણાકીય નીતિની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ‘RBIએ સોનું વેચ્યું હોવાના અહેવાલો આધારહીન છે. સેન્ટ્રલ બૅંકનું ગોલ્ડ રિઝર્વ યથાવત્ છે, એટલું જ નહીં, તેમાં થોડો વધારો પણ થયો છે.’

વેલ્યૂ ઘટવાનું સાચું કારણ 

રિઝર્વ બૅંકે વિગતવાર સ્પષ્ટતા કરી છે કે સોનાના ભંડારના મૂલ્યમાં આ ઘટાડો સોનાના વેચાણને કારણે નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં થતાં ફેરફાર(વેલ્યુએશન લોસ)ના કારણે થયો છે. સોનાના ભંડારનો હિસાબ યુએસ ડૉલરમાં રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના આધારે તેનું સાપ્તાહિક ધોરણે પુનઃમૂલ્યાંકન થાય છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આવતી વધઘટ અને ચલણની હિલચાલને લીધે રિપોર્ટમાં મૂલ્ય ઓછું દેખાઈ શકે છે, ભલે બૅંક પાસે રહેલા સોનાના વાસ્તવિક જથ્થામાં કોઈ ફેરફાર ન થયો હોય.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ

બ્લૂમબર્ગના રિપોર્ટનું ખંડન

અગાઉ ‘બ્લૂમબર્ગ ઈકોનોમિક્સ’ના એક વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો હતો કે 22મી મેના રોજ પૂરા થયેલા બે અઠવાડિયાના ગાળામાં ભારતે રૂપિયાને ટેકો આપવા અથવા વિદેશી હૂંડિયામણ મજબૂત કરવા આશરે 12 અબજ ડૉલરનું સોનું વેચ્યું હોઈ શકે છે. RBIએ આ વિશ્લેષણને ખોટું ગણાવી ફગાવી દીધું છે અને ઉમેર્યું છે કે ‘ભંડારના મૂલ્યની વધઘટને વાસ્તવિક જથ્થાના ઘટાડા સાથે સરખાવવી જોઈએ નહીં. હાલના સોનાનો ભંડાર 880.52 ટનના સ્તરે યથાવત્ છે.’

વિદેશી ચલણ સંપત્તિ(FCA)માં મોટો ઉછાળો

સોનાના મૂલ્યમાં ઘટાડો થયો હોવા છતાં, દેશની એકંદર રિઝર્વ સ્થિતિ મજબૂત રહી છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ભારતની ફોરેન કરન્સી એસેટ્સ (FCA) (જે વિદેશી હૂંડિયામણનો સૌથી મોટો હિસ્સો છે) તે 3.12 અબજ ડૉલર વધીને 546.15 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ વધારાએ દેશની આર્થિક સ્થિતિને વધુ સ્થિરતા પ્રદાન કરી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand …

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

11 months ago
હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the …

હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the …

11 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

1 year ago
વડોદરા શહેરના દુધિયા તળાવની સફાઈમાં તારાપા પર કોન્ટ્રાક્ટરે બાળકને સાથે રાખતા વિવાદ | Controversy ov…

વડોદરા શહેરના દુધિયા તળાવની સફાઈમાં તારાપા પર કોન્ટ્રાક્ટરે બાળકને સાથે રાખતા વિવાદ | Controversy ov…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News