gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in Business
0 0
0
RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

RBI’s Big Action: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં RBIએ મુંબઈની મોગાવીરા કો-ઓપરેટિવ બેન્કની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. RBI દ્વારા કોઈ સહકારી બેન્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ મે મહિનામાં પણ એક સહકારી બેન્કનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

મોગાવીરા સહકારી બેન્ક પર શું કાર્યવાહી?

મોગાવીરા સહકારી બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હેઠળ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાની મહત્તમ મર્યાદા 1 લાખ નક્કી કરવામાં આવી છે. આ પ્રતિબંધો 12 જૂનના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી જ લાગુ થઈ ગયા છે, જે આગામી છ મહિનાના સમયગાળા માટે અમલી રહેશે. જો કે, તેની સમય-સમય પર સમીક્ષા કરવામાં આવશે.

બેન્ક શું-શું નહીં કરી શકશે?

RBIએ કહ્યું કે, આ સહકારી બેન્ક હવે કોઈપણ નવા લોન અને ધિરાણને મંજૂરી આપી શકશે નહીં, તેમજ હાલની લોનને રિન્યૂ પણ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેન્ક કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં કે નવી જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં. બેંક દ્વારા નવા નાણાં ઉછીના લેવા કે નવી ડિપોઝિટ સ્વીકારવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોઈપણ જમાકર્તાને તેના બચત, ચાલુ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી મહત્તમ 1 લાખ સુધીની રકમ જ ઉપાડવાની જ મંજૂરી આપે.

ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું કે, બેન્કની કામગીરીમાં સુધાર લાવવા માટે તેઓ સતત તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં હતા. આમ છતાં, બેન્કે મોનિટરિંગ સંબંધિત ચિંતાઓને દૂર કરવા કે ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે કોઈ ઠોસ પ્રયાસ ન કર્યા. આ જ કારણોસર આ પ્રકારના નિર્દેશો જારી કરવા અનિવાર્ય બન્યા છે.

RBIએ આ બેન્કનું લાયસન્સ રદ કર્યું

તમને જણાવી દઈએ કે, ગત મહિને ભારતીય રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના ફલટન સ્થિત ‘ધ યશવંત સહકારી બેન્ક’ પાસે પૂરતી મૂડી અને ભવિષ્યમાં આવક મેળવવાની સંભાવનાઓનો અભાવના આધારે લાયસન્સ રદ કરી દીધુ હતું. આ સહકારી બેન્ક બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને હાલની નાણાકીય સ્થિતિમાં તે તેના ગ્રાહકોને તેમની સંપૂર્ણ રકમ પરત કરવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો: રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ

આ સાથે જ RBIએ મહારાષ્ટ્રના સહકાર કમિશનર અને રજિસ્ટ્રારને બેન્કને બંધ કરવા તેમજ લિક્વિડેટર (પરિસમાપક) નિયુક્ત કરવા વિનંતી કરી છે. RBIએ કહ્યું છે કે, બેન્ક બંધ થવાની પ્રક્રિયા (લિક્વિડેશન) દરમિયાન બેન્કના ગ્રાહકોને ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ મહત્તમ 5 લાખ સુધીની વીમા રકમ મળશે. RBIના જણાવ્યા પ્રમાણે બેન્કના 99.02% ગ્રાહકો તેમની સંપૂર્ણ જમા રકમ પરત મેળવવા માટે પાત્ર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers' Mahasabha in Mot...

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold...

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured in three separat…

સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured in three separat…

5 months ago
રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

3 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી પાસે બેકાબુ બનેલી કાર પલટી : મોર્નિંગ વોક કરી રહેલા વ્યક્તિને…

જામનગરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી પાસે બેકાબુ બનેલી કાર પલટી : મોર્નિંગ વોક કરી રહેલા વ્યક્તિને…

6 months ago
ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News